Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    કાલાવડ, મોટી ખાવડી, સેતાલુસ, જામજોધપુરમાંથી વર્લીબાજ પકડાયાઃ
જામનગર તા. ૩૧ઃ લાલપુરના સીંગચ ગામમાં એક મકાનમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી ગઈકાલે એલસીબીએ દરોડો પાડતા બાર શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા છે. પટમાંથી રોકડ, બાર મોબાઈલ, પાંચ બાઈક મળી કુલ રૂ.પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જામનગર, જામજોધપુર, કાલાવડમાંથી વર્લીબાજ ઝડપાયા છે.
લાલપુર તાલુકાના સીંગચ ગામમાં એક શખ્સના મકાનમાં ગઈકાલે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, કાસમભાઈ, યુવરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી એલસીબી ટીમે સીંગચની નવી સોસાયટીમાં ઈશ્વરસિંહ સદુભા વાઢેર નામના શખ્સ ના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનમાં નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા ઈશ્વરસિંહ સદુભા, ઉમર આમદ ભાયા, આમીન આદમ સુંભણીયા, વિજય આલાભાઈ માતંગ, આદમ હુસેન સુંભણીયા, નારૂભાઈ સામતભાઈ કારીયા, હુસેન ઈબ્રાહીમ હુંદડા, જાવેદ ફકીરમામદ ચમડીયા, અબ્દુલ સુલેમાન સુંભણીયા, અબ્બાસ જુસબ ભાયા, અફરોઝ સુલેમાન ભટ્ટી, મનોજ કાંતિભાઈ દાવદ્રા નામના બાર શખ્સ મળી આવ્યા હતા.
એલસીબીએ પટમાંથી રૂ.૧,૧૭,૨૦૦ રોકડા, ૧ર મોબાઈલ, પ બાઈક મળી કુલ રૂ.૩,૮૭,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને મેઘપર પોલીસ સ્ટેશનમાં તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જામનગરના ટીટોડી વાડી વિસ્તારમાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા સાબીર રહીમ માડકીયા, શબ્બીર રફીક ખાખી નામના બે શખ્સને પોલીસે પકડી લઈ કાર્યવાહી કરી છે.
જામનગરના રણમલ તળાવના પાછળના ભાગ પરથી ગઈકાલે સાંજે મહેન્દ્ર દામજીભાઈ મંગે નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો છે. જ્યારે સાધના કોલોનીમાં નવા હાઉસીંગ બોર્ડ પાસેથી વિપુલ મહેન્દ્રભાઈ જોષી તેમજ મોટી ખાવડી ગામ પાસેથી રાહુલ મનસુખભાઈ આઘરોટીયા પણ વર્લીનું બેટીંગ લેતો ઝડપાયો છે.
કાલાવડના બસ સ્ટેન્ડ પાસેથી ઈરફાન ઈકબાલભાઈ બાઘડા, જામજોધપુરમાંથી સોહિલ મામદ રાવકરડા ઉર્ફે નાડી, રામદે વિઠ્ઠલભાઈ સુરેલા ઉર્ફે બાઠો, લાલપુર તાલુકાના સેતાલુસમાંથી રવિ કાળુભાઈ ચુડાસમા નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  