Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. સુનિલગીરી બાપુ દ્વારા પીરસાતા કથામૃતથી ભક્તો ધન્યઃ
'છોટીકાશી' જામનગરમાં ગુલાબનગર પાસે વૃંદાવન ધામ-ર માં શ્રી વૃંદેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે મંદિર નજીક શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિદિન બપોરે ૩ થી ૬ દરમિયાન કથાશ્રવણ કરવા માટે ભક્તોની ભીડ ઉમટે છે. કથામાં પ્રસિદ્ધ યુવા શિવ કથાકાર સુનિલગીરી બાપુ (જૂનાગઢવાળા) વ્યાસપીઠ પરથી દિવ્ય કથામૃત વહાવી રહ્યા છે. તેમની સંગીત ટીમ દ્વારા ભજન-કીર્તન કથાને વધુ રસમય બનાવે છે.
આગામી કારતક સુદ તેરસ ૩/૧૧ સુધી ચાલનારી કથામાં ભગવાન શંકર અને શિવ પરિવાર સંલગ્ન વિવિધ પૌરાણિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. 'નોબત' સાથેની વાતચીતમાં કથાકાર સુનિલગીરી બાપુ તથા આયોજક મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ નકુમ દ્વારા સમગ્ર ધર્મોત્સવ અંગે માહિતી આપવામાં આવી હતી. કથામાં ૩૧/૧૦ ના શિવ-પાર્વતી વિવાહની ઉજવણી કરવામાં આવશે. ૧/૧૧ ના ભગવાન ગણેશ તથા કાર્તિકેયના જન્મની કથા તથા તારકાસુર વધની કથા તેમજ ર/૧૧ ના બાર જ્યોતિર્લિંગની કથા સાથે જ પાર્થિવ શિવલિંગ દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે. ૩/૧૧ ના કથા વિરામ પામશે. શિવ મહાપુરાણ કથાનો લાભ લેવા નગરની ધર્મપ્રેમી જનતાને જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial