Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ચૈતન્ય હનુમાન મંદિરે શ્રીરામ કથા

શ્રીરામ જન્મોત્સવ, ભજન અને ભોજન સહિતના કાર્યક્રમો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: શ્રીરામ કથાનું ભવ્ય આયોજન તા. ૮-૪ થી તા. ૧૬-૪ સુધી દરરોજ બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૩૦ વાગ્યા દરમ્યાન શ્રી ચૈતન્ય હનુમાન મંદિર, કનખરા ફાર્મ, સમાણા રોડ, ધોરીવાવ પહેલા, લાલપુર બાયપાસ ચોકડીથી રણજીતસાગર રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. કથા વિરામ પછી દરરોજ સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી ભાવિક ભક્તોને શ્રીરામ પ્રસાદ (ભોજન) પીરસવામાં આવશે. શાસ્ત્રી કે.પી.બાપુ (કાલાવડ) વ્યાસાસને બીરાજીને કથાનું રસપાન કરાવશે. જેમાં તા. ૮ ના બપોરે ૨:૧૫ વાગ્યે દેહશુદ્ધિ અને પોથી  પધરામણી, બપોરે ૩:૩૦ વાગ્યે કથાનો પ્રારંભ, તા. ૯ના બપોરે ૩ વાગ્યે મંગલાચરણ, કલાકાર પ્રહલાદભાઈ કણઝારીયા, રામભાઈ ચારણ અને દિનેશભાઈ નંદા સંતવાણી રજૂ કરશે. તા. ૧૦ના સાંજે ૫ વાગ્યે શિવ વિવાહ, રાત્રે ૯ થી ૧૨ શ્રી સીતારામ બાપુ રણજીતનગર સુંદરકાંડ મંડળ-જામનગર દ્વારા સુંદરકાંડના પાઠ, તા. ૧૧ના સાંજે ૫ વાગ્યે શ્રીરામ જન્મોત્સવ, રાત્રે ૯ થી ૧૨ ખિમલીયા મિત્ર મંડળ દ્વારા શ્રીરામ ધૂન,તા. ૧૨ના સાંજે ૪ વાગ્યે શ્રીરામ વિવાહ, રાત્રે ૯ થી ૧૨ દડિયા ગોપી સત્સંગ મંડળનો કાર્યક્રમ, તા. ૧૩ના સાંજે ૪ વાગ્યે ભરત મિલાપ (પાદુકા પૂજન), તા. ૧૪ના સાંજે ૪ વાગ્યે શ્રી અરણ્યકાંડ (માતા શબરી પ્રસંગ), રાત્રે ૯ થી ૧૨ શ્રી બાલા હનુમાન મંદિરના સેવકો દ્વારા શ્રીરામ ધૂનનો કાર્યક્રમ, તા. ૧૫ના સાંજે ૪ વાગ્યે શ્રી હનુમાન ચરિત્ર, તા. ૧૬ના સાંજે ૬ વાગ્યે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ પૂજા, શ્રીરામ રાજ્યાભિષેક કરવામાં આવશે. સર્વ ભક્તજનોને આ કાર્યક્રમનો લાભ લેવા મહંત રતનગીરી (ગુરૂ વૈભવગીરી મહારાજ) શ્રી ચૈતન્ય હનુમાન દાદા મંદિર અને સર્વે ભક્તો દ્વારા જાહેર અનુરોક કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh