Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ ડોનાલ્ડ ટ્રમ્પની સંપૂર્ણ શરણાગતિ છેઃ ક્રીસ મર્ફી
વોશિંગ્ટન તા. ૮: યુદ્ધવિરામની જાહેરાત થતા જ અમેરિકામાં ટ્રમ્પના રાજીનામાની માગ ઊઠવા લાગી છે. યુએસ સેનેટર ક્રિસ મર્ફીએ ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા કરીને સંપૂર્ણ શરણાગતિ ગણાવી છે તથા મહાભિયોગની માંગ પણ ઊઠી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઈઝરાયલે પણ કહ્યું છેકે, તે ઈરાન સામે હુમલા બંધ કરશે, અને પાકિસ્તાનમાં વધુ વાટાઘાટો થશે. ટ્રમ્પની જાહેરાતને યુદ્ધનો અંત લાવવા તરફ એક મુખ્ય પગલું ગણાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકામાં જ ટ્રમ્પના રાજીનામાની માગણીઓ પણ વેગ પકડી રહી છે.
યુએસ સેનેટર ક્રિસ મર્ફીએ ઈરાન સામેના યુદ્ધના આ અંતને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંપૂર્ણ શરણાગતિ ગણાવી છે. તેમણે અમેરિકન ટીવી ચેનલ સીએનએન પર જણાવ્યું હતું કે, આનાથી ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મળ્યું છે.
અન્ય એક સાંસદે કહ્યું કે, જો આપણે ઈરાનની માગણીઓનો એક ભાગ પણ સ્વીકારીએ, તો ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટનો નિયંત્રણ આપવા માટે સંમત થયા છે.
તેમણે કહ્યું ક્રિસ મર્ફીએ આને વિશ્વ માટે વિનાશક પરિસ્થિતિ ગણાવી. દરમિયાન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય ગ્વેન મુરે યુદ્ધવિરામ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકા કરી. તેમણે કોંગ્રેસને ટ્રમ્પ પર મહાભિયોગ કરવાની માગ કરી અને તેમને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા.
ગ્વેન મુરે તો ત્યાં સુધી કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને કોઈપણ રીતે પદ પરથી દૂર કરવા જોઈએ. ગ્વેન મરેે કહ્યું કે રિપબ્લિકન કાયદા ઘડનારાઓ માટે ડેમોક્રેટ્સ સાથે જોડાવાનો સમય આવી ગયો છે. જેથી આ પાગલ નીતિનો અંત આવે.
યુએસના ભૂતપૂર્વ આતંકવાદ વિરોધી વડા જો કેન્ટે કહ્યું કે, યુદ્ધવિરામ સફળ થવા માટે ઈઝરાયલે પણ સંયમ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું, આપણે પહેલા ખાતરી કરવી જોઈએ કે આપણે ઈઝરાયલને નિયંત્રણમાં રાખીએ. જ્યારે ટ્રમ્ના રાજીનામાની માગણીઓ અમેરિકામાં જોર પકડી રહી છે, ત્યારે વ્હાઈટ હાઉસે તેને અમેરિકા માટે એક મોટી જીત ગણાવી છે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે, આ અમેરિક માટે વિજય છે. તે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને આપણી ઉત્કૃષ્ટ સૈન્ય દ્વારા શક્ય બન્યું છે. તેણીએ દાવો કર્યો હતો કે ઓપરેશન એપિક ફ્યુરીની શરૂઆતથી જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અનુમાન લગાવ્યું હતું કે આ ઓપરેશન ચારથી છ અઠવાડિયા સુધી ચાલશે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, અમેરિકન સૈનિકોની અસાધારણ ક્ષમતાઓને કારણે લશ્કરી ઉદ્દેશ્ય ફક્ત ૩૮ દિવસમાં પ્રાપ્ત થયો અને તેને પાર પણ કરી શકાયો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial