Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સગીરા પર બળાત્કારના ચકચારી કેસમાં પોકસો કોર્ટમાં આરોપીનો નિર્દોષ છુટકારો

આરોપી કચ્છના રાપર ગામે રહેતા હતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરની સગીરા ઉપર બળાત્કારના ચકચારી કેસમાં પોકસો કોર્ટમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. આરોપી તરફથી વકીલ અશ્વિન બી. મકવાણા રોકાયા હતાં.

બે વર્ષ પહેલા જામનગરની સગીરા ઉપર બળાત્કારના ચકચારી કેસમાં કચ્છના રાપર ગામે રહેતા આરોપીનો અત્રેની કોર્ટમાં કેસ ચાલી જતા નામ. સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, મે-૨૦૨૪ના અરસામાં ભોગ બનનાર સગીરા જામનગર પોતાના ઘરેથી દાદી પાસેથી રૂ।.૧૦/- લઈ ઠંડુ પીણું લેવા જવાનું બહાનું કાઢી કચ્છના આડેસર પહોંચી ગયેલ. જયાં તેણી ઉપર બળાત્કાર થયા બાદ તેણીની લાશ કોઈ અજાણી વ્યકિતના ખેતરમાંથી મળેલી. ભોગ બનનાર સગીરાના ભાઈએ ૧૦ (દસ) દિવસ બાદ જામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. આ દરમ્યાન, લાશ મળતા મોરબી પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રીના આધારે તેની તપાસ કરેલી હતી.

બચાવ પક્ષે ધારદાર દલીલ કરતા જણાવ્યું હતું કે, તપાસ દરમ્યાન, ભોગ બનનાર સગીરા સાથે બળાત્કાર થયા અંગેનો કોઈ જ પુરાવો મળી શકેલ નથી. વધુમાં ભોગ બનનાર ઘરેથી નીકળ્યા બાદ અને તેણીનું અવસાન થયું ત્યાં સુધી આ કેસના આરોપી ભરત રણછોડ વાઘેલાની કંપનીમાં હતા તેવું પણ સરકાર પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે.

બચાવ પક્ષે વધુમાં દલીલ કરી હતી કે, તપાસ દરમ્યાન ભોગ બનનાર સગીરાએ ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાનું પોલીસની એડીની તપાસમાં ખુલવા પામેલ હતું. તમામ પુરાવા અને આરોપી તરફે થયેલ દલીલ માન્ય રાખી નામ. સ્પેશિયલ (પોકસો) કોર્ટના જજ આર. પી. મોગેરાએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ અશ્વિન બી. મકવાણા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh