Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૪ થી ૩૦ નવેમ્બર સુધી
જામનગર તા. ૧૭: જામનગર સિવિલ ડિફેન્સર અને રોટરી ક્લબ તરફથી લોકો માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સિવિલ ડિફેન્સ તાલીમ શિબિરનું આયોજન આગામી તા. ર૪ નવેમ્બરથી ૩૦ નવેમ્બર ર૦રપ સુધી રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરમાં સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪ સુધી કરવામાં આવનાર છે.
આ તાલીમ શિબિરનો ઉદ્દેશ જાહેર જનતાને આપત્તિ સમયગાળામાં તત્કાલ અને અસરકારક રીતે તાલીમ આપવાની છે.
તાલીમ દરમિયાન જે મુદ્દાઓ આવરી લેવામાં આવશે તેમાં આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ પ્રક્રિયાઓ, આગ અને ભંગારથી બચાવ ઉપાયો, પ્રાથમિક સારવાર, રાહત અને પુનઃસ્થાપન પ્રક્રિયા, આધુનિક સુરક્ષાસાધનોનો ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં ભાગ લેવા ઈચ્છુક લોકોએ તા. ર૧-૧૧-ર૦રપ સુધીમાં સવારે ૧૧ થી સાંજે ૬ કલાક સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. લોકોએ રજિસ્ટ્રેશન માટે લાલબંગલા સ્થિત સિવિલ ડિફેન્સર કાર્યાલયમાં સંપર્ક સાધવાનો રહેશે. આ તાલીમ શિબિર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. વધુ વિગતો માટે ૦ર૮૮-રપ૪૦૩૭૧, સિવિલ ડિફેન્સ કાર્યાલય, લાલબંગલો, જામનગર તથા લલિતભાઈ જોષી મો. ૯૮ર૫૮ ૩પ૩૩૬ નો સંપર્ક કરવાનો રહેશે,તેમ નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રકશ્રીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial