Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઝાદ ભારતને ૫૬૨ દેશી રજવાડાનું એકીકરણ કરીને એકરતાંતણે બાંધકનાર
સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને આઝાદી સમયે ૫૬૨ દેશી રજવાડાઓનું એકીકરણ કરીને સમગ્ર ભારતની અખંડિતતા અને એકતામાં જેમનું મહત્વનું યોગદાન રહૃાું છે તેવા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર સાથે આત્મનિર્ભર ભારતની દિશામાં અને વિકસિત ભારત ૨૦૪૭ ની પરીકલ્પનાને સાકર કરવાના સંકલ્પ સાથે જામનગરના ૭૮ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચ-પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રા રણજીતનગર પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પાસે થી સાંજે ૪ વાગ્યે થી શરુ થઈ હતી. અને શહેરના જુદાજુદા વિસ્તારમાંથી પસાર.થઈને પંચેશ્વર ટાવર ચોકમાં વિરામ પામી હતી. આ એકતા યાત્રામાં જામનગર શહેરની ખાનગી તેમજ સરકારી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ, જામનગર શહેરમાં આવેલ અલગ અલગ સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ જ્ઞાતિના સામાજિક આગેવાનો અને સભ્યો, વિવિધ એસોસિએશન /મંડળોના સભ્યો, એનસીસી, હોમગાર્ડસ, પોલીસ, જીલ્લા કલેક્ટર કચેરી હસ્તકના તથા જામનગર મહાનગરપાલિકા હસ્તકના અલગ અલગ વિભાગો સહિત જામનગર શહેરના નગરજનોને બહોળી સંખ્યામાં જોડાયા હતા. શહેર મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, લોહાણા સમાજનાના અગ્રણી જીતુભાઈ લાલ, કમિશનર ડી.એન. મોદી સહિતનાઓ જોડાયા હતા. આ એકતા યાત્રાનું માર્ગમાં ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial