Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૧૭: સુપ્રિમકોર્ટ દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેના રક્ષણના સંદર્ભમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને શિક્ષણ, આરોગ્ય અને બાળ સુરક્ષા સંદર્ભમાં ખાસ કમિટીની રચના કરીને પગલા લેવા આયોજન કરવાના આદેશ અન્વયે શિક્ષણ વિભાગની સૂચના સંદર્ભે દ્વારકા જિલ્લામાં આ બાબતે ખાસ મિટિંગ યોજીને સમિતિ બનાવાઈ હતી.
અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જોટાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાએ સમિતિના હેતુ અંગે આયોજન સમજાવ્યું હતું.
જિલ્લામાં હાઈસ્કૂલ, માધ્યમિક, ઉ.મા. શાળાઓ, કોલેજો, આઈટીઆઈ, છાત્રાલયો વિગેરેમાં કાઉન્સેલીંગ થાય તથા છાત્રો તણાવ કે ટેન્શન અનુભવે ત્યારે કંઈ આગળ પગલું ના ભરે તથા એ પહેલા તેમને મદદ મળે તે માટે ખાસ સદસ્યો સાથે આયોજન હાથ ધર્યુ હતું.
સરકારી કોલેજ, સમાજ કલ્યાણ, મનોચિકિત્સક ડોક્ટરો, નિવૃત્ત આચાર્યોની સમિતિમાં દરેક શાળામાં વિદ્યાર્થી મિત્ર નિમવા, અયોગ્ય શૈક્ષણિક દબાણ ના થાય, માનસિક તણાવના ચિન્હો ઓળખીને પગલા લેવા શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો, વોર્ડન, અધ્યાપકો માટે વર્ષમાં બે વખત આત્મહત્યા નિવારણ તથા માનસિક તણાવના સંદર્ભમાં મિટિંગો યોજવી, વાલીઓ તથા છાત્રોની બેઠકો યોજવી ટેલિ માનસ ૧૪૪૧૬ નંબરની ઉપયોગીતા જણાવવી વિગેરે બાબતે જાણકારી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial