Advertisement
Author: નોબત સમાચાર

મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં લોકોને સહકાર આપવા જિલ્લા કલેકટરની અપીલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચાલી રહેલ સઘન મતદાર યાદી સુધારણાના કાર્યક્રમમાં દ્વારકા જિલ્લાના લોકોને સહયોગ આપવા તથા યોગ્ય રીતે તમામ અપડેટ સાથેની યાદી તૈયાર કરવાના કાર્યમાં સહકાર આપવા જિલ્લા કલેકટરે અપીલ કરી હતી.

તેમણે લોકોને જણાવેલ કે હાલ મતદાર યાદી સુધારણા માટે પ્રિ પ્રિન્ટીંગ ફોર્મ લઈને બી.એલ.ઓ. ઘેર ઘેર જઈ રહ્યા છે તથા તેઓ બે નકલમાં ફોર્મ આપી રહ્યા છે. ૨૦૦૨ની મતદાર યાદી સાથે હાલના મતદારોનું મેટીંગ- વેરીફાય કરવા આ કાર્ય થઈ રહ્યું છે. જે એક માસ સુધી ચાલશે મતદારના માતા પિતા કે દાદા દાદી કે કુટુંબના કોઈ સદસ્યની વિગતો પરથી આ કાર્ય પૂર્ણ થશે.

જે બે નકલમાં ફોર્મ આપેલા છે તે પરત લઈ લીધા પછી તેની ચકાસણી થશે તથા જરૂર પડયે મતદાર અધિકારી નોટીસો આપશે તથા સઘન સુધારણા પછી ડ્રાફટ યાદીની પ્રસિદ્ધિ થશે ફોર્મ ૬/૭ ભરવા, નામ ડીલીટ કરવા, ઉમેરવા સીફટીંગ થયુ હોય તો તે અંગે ફેરફારો થઈ શકશે.

આગામી ૨૨-૨૩ નવેમ્બરના દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકો પર બી.એલ.ઓ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી બુથ પર બેસીને માર્ગદર્શન આપશે જેથી  વિગતો જાણવા-સમજવા સંપર્ક કરવો જેથી સાચી માહિતી આવે. આ ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઈટ, યુથ સેતુ પોર્ટલ ૧૯૫૦ હેલ્પ લાઈન પરથી પણ મતદાર ૨૦૦૨ની સ્થિતિ અંગે જાણકારી તથા માર્ગદર્શન મેળવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh