Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તાના કામ નબળા થતા હોવાની ફરિયાદો
ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં હાલ કરોડોના ખર્ચે નલ સે જલની યોજનાનું કામ થતું હોય, આ કામમાં મોટી નવી લાઈનો નાખવા માટે રસ્તાઓ ખોદવામાં આવતા હોય, જે રસ્તો કે સી.સી.રોડ ખોદવામાં આવે તે નવો બનાવવા ફરજિયાત જોગવાઈ કોન્ટ્રાક્ટમાં જ થયેલી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી થતી હોવાની ફરિયાદો થાય છે.
જે જગ્યાએ રસ્તા ખોદીને લાઈનો નંખાય છે તેના પર લાઈનો નખાઈ ગયા પછી માટી-ધૂળ નાખીને પૂરવામાં આવે છે. આ પછી દિવસો સુધી માટી-ધૂળમાં વાહનચાલકો, પગપાળા લોકો નીકળે છે, પડે છે ને પછી આડેધડ રીતે રોડ નવો બનાવવા સિમેન્ટ ક્રોકેટથી ખાડા પૂરાય છે, પણ તેમાં નબળું કામ થતું હોય તથા આ કામમાં ઉતાવળ તથા ધ્યાન ના રખાતા રસ્તો બન્યા પછી તેમાં વાહનો ચાલતા, ઢોર ચાલતા ખાડી પડી જતા હોય છે.
તાજેતરમાં રામનાથ સોસાયટી પાસે રસ્તો ખોદીને પાઈપ નંખાયા પછી જે રોડ બનાવાયો તે અધૂરો રખાતા મુખ્ય રસ્તા પર જ નવો રોડ, તે પણ નબળો બનાવ્યો, સાઈડમાં કાંકરી નાખી દેતા કાંકરામાં વાહનો સ્લીપ થતા તે ખાડામાં નબળી લાઈનો પણ તૂટી જતા નાગરિકો ભારે પરેશાન થતા હોવાની ફરિયાદો પણ ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial