Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સ્વસ્થ નારી, સશકત પરિવાર' અભિયાન અંતર્ગત
જામનગર તા. ૧૧: જામનગરમાં 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત એસઆરપીએફ જૂથ-૧૭, ચેલામાં જવાનો અને તેમના પરિવારજનો માટે એક વિશેષ આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
એસ.આર.પી.એફ. જૂથ-૧૭ ચેલાના સેનાપતિ શ્રીમતી કોમલ વ્યાસના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જવાનો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ સહિત પરિવારના કુલ ૧૬૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. ડી.વાય.એસ.પી. શ્રી એમ.બી. જુડાલ અને ડી.વાય.એસ.પી. એન.એમ. પટેલે આ શિબિરને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમે લાભાર્થીઓને વિવિધ રોગોનું સ્ક્રીનિંગ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં બિન-ચેપી રોગો જેવા કે હ્ય્દયરોગ, એનીમિયા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માતૃ અને બાળ આરોગ્ય અંતર્ગત સગર્ભા તેમજ ધાત્રીમાતાઓની તપાસ અને માર્ગદર્શન, કિશોરીઓમાં એનીમિયા અંગેની તપાસ પણ હાથ ધરાઈ હતી. અન્ય તપાસમાં દૃષ્ટિ ખામી અંગે તપાસ, ટીબી સ્ક્રીનિંગ, હાડકાની તપાસ તેમજ ચામડીના રોગો વિષે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
આરોગ્ય શિબિર દરમિયાન ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં નોંધનીય પહેલ કરતાં ૫ જેટલા એસ.આર.પી.એફ. જવાનોએ ટીબીની દવા લેતા દર્દીઓ માટે નિઃક્ષય મિત્ર તરીકે જોડાઈને સેવાભાવ દાખવ્યો હતો.
આ આરોગ્ય શિબિરને સફળ બનાવવામાં જિલ્લા એસ.બી.સી.સી. ચિરાગ પરમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડના આયુષ મેડિકલ ઓફિસર ડો. હિતેશ મકવાણા, એસ.ટી.એસ. વિમલ નકુમ, ચેલા આરોગ્ય ટીમના સભ્યો તેમજ એસ.આર.પી.એફ. જૂથ-૧૭ ચેલાના મેડિકલ ઓફિસર ડો. સંદીપ વારા અને સ્ટાફ નર્સ સરિતાબેન મકવાણાએ સક્રિય ભૂમિકા ભજવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial