Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શી જીનપીંગ સાથે મુલાકાત રદ કરવાના મુદ્દે પલટી મારી નિવેદન બદલ્યુઃ તીખા તમતમતા આક્ષેપોઃ તંગદિલી વધી
નવી દિલ્હી તા. ૧૧: ટ્રમ્પે ચાઈનીઝ પ્રોડકટ પર ૧૦૦ ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે. જેનો ૧ લી નવેમ્બરથી અમલ થશે. ટ્રમ્પે ચીન ઉપર તીખા પ્રહારો કર્યા છે, અને વ્યાપારમાં આક્રમક વલણ અપનાવાનું હોવાનો આરોપ લગાવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧ નવેમ્બરથી ચીન પર ૧૦૦ ટકા જંગી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ટેરિફ ચીન સામે હાલમાં લાગુ કરાયેલા અન્ય કોઈપણ ટેરિફ ઉપરાંત હશે. ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી હતી કે અમેરિકા તમામ મહત્ત્વપૂર્ણ સોફટવેર નિકાસ પર પ્રતિબંધ મૂકશે. ટ્રમ્પના આ પગલાથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.
ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવા અને સોફટવેર નિકાસ નિયંત્રણોની જાહેરાત ચીન દ્વારા દુર્લભ પૃથ્વી ખનિજો પર નિકાસ મર્યાદા લાદવાના નિર્ણયના જવાબમાં કરવામાં આવી છે, જે ૧ નવેમ્બરથી અમલમાં આવશે.
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં, ટ્રમ્પે લખ્યું છે કે દુર્લભ ખનિજ ઉત્પાદનો પર મોટા પાયે નિકાસ નિયંત્રણો લાદવાનો ચીનનો નિર્ણય અપવાદ વિના તમામ દેશોને અસર કરે છે. ટ્રમ્પે કહૃાું, હમણાં જ જાણવા મળ્યું છે કે ચીને વેપાર પર ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે અને વિશ્વને એક ખૂબ જ પ્રતિકૂળ પત્ર મોકલ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ૧ નવેમ્બર, ૨૦૨૫ થી લગભગ દરેક ઉત્પાદન પર મોટા પાયે નિકાસ નિયંત્રણો લાદવા જઈ રહૃાા છે, જેમાં કેટલાક એવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે જે તેઓ બનાવતા નથી. જે આંતરરાષ્ટ્રીય વેપારમાં આ સુસંગત નથી અને અન્ય દેશો સાથે વ્યવહાર કરવામાં નૈતિક અપમાન છે.
યુએસ રાષ્ટ્રપતિએ કહૃાું, ૧ નવેમ્બર, ૨૦૨૫ થી શરૂ કરીને (અથવા તે પહેલાં ચીન દ્વારા કરવામાં આવેલા કોઈપણ વધુ પગલાં અથવા ફેરફારોના આધારે), યુએસ ચીન પર ૧૦૦% ટેરિફ લાદશે, જે હાલમાં તેઓ ચૂકવે છે તે કોઈપણ ટેરિફ ઉપરાંત આ ટેરિફ લાગશે. વધુમાં, ૧ નવેમ્બરથી શરૂ કરીને, અમે તમામ મહત્ત્વપૂર્ણ સોફટવેર પર નિકાસ નિયંત્રણો લાદીશું. તેવી જાહેરાત પણ તેમણે કરી છે.
રેર અર્થ ખનિજોના વૈશ્વિક પુરવઠાનો લગભગ ૭૦% ચીનમાંથી આવે છે. આ ખનિજો ઓટોમોબાઈલ, સંરક્ષણ અને હાઇ-ટેક ઉદ્યોગો માટે જરૂરી છે. ટ્રમ્પે શુક્રવારે સંકેત આપ્યો હતો કે તેઓ ચીનના નવા નિયંત્રણોને કારણે દક્ષિણ કોરિયામાં એશિયા-પેસિફિક આર્થિક સહકાર સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ સાથેની તેમની મુલાકાત રદ કરશે. જે અંગે ટ્રમ્પે યૂ-ટર્ન લીધો છે. અમેરિકા પહેલાથી જ ચીનથી આયાત થતી લગભગ દરેક પ્રોડક્ટ પર ભારે ટેરિફ લાદે છે. ચીનની આયાત પર વર્તમાન અસરકારક ટેરિફ દર ૪૦% છે, જે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૫૦% થી લઈને ગ્રાહક માલ પર ૭.૫% સુધીનો છે.
નિષ્ણાતો માને છે કે જો આ પગલું અમલમાં મૂકવામાં આવે છે, તો તે ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સથી લઈને ઇલેક્ટ્રિક વાહનો સુધીના ક્ષેત્રોને અસર કરી શકે છે, જે પહેલાથી જ હાલના ટેરિફના દબાણ હેઠળ છે. ટ્રમ્પ દ્વારા તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલા વેપાર યુદ્ધ પછી વોશિગ્ટન દ્વારા લેવામાં આવેલા આ સૌથી કડક રક્ષણાત્મક પગલાં પૈકીનું એક હશે.
ટ્રમ્પે કહૃાું કે શી જિનપિગ સાથેની બેઠકને મોકૂફ રાખવાનું કોઈ કારણ નથી જે તેમણે અગાઉ જાહેર કરી હતી. બેઇજિગે ક્યારેય નેતાઓ વચ્ચેની બેઠકની પુષ્ટિ કરી નથી. પરંતુ શી જીનપીંગ સાથે બેઠકના ઈન્કારનુ નિવેદન ફેરવી તોળતા ટ્રમ્પે હવે કહ્યું છે કે તેમણે બેઠક રદ કરવાની વાત નથી કરી, પરંતુ આ પ્રકારની બેઠક બહુ ફળદાયી નહીં નિવડે, તેવો તેનો સંકેત હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial