Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું: આજીવન કુંવારા રહ્યા
મુંબઈ તા. ૭: અભિનેત્રી-સિંગર સુલક્ષણા પંડિતનું ૭૧ વર્ષની વયે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નિધન થતા શોકની લાગણી ફેલાવા પામી છે. તેણીને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
બોલિવૂડ અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું ગુરુવારે રાત્રે ૮ વાગ્યે મુંબઈમાં નિધન થયું. તેઓ ૭૧ વર્ષના હતાં. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. સુલક્ષણા પંડિતે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.
સુલક્ષણા પંડિતનો જન્મ ૧૯પ૪ માં થયો હતો. તે એક સંગીતમય પરિવારમાંથી આવતા હતાં. તેમના કાકા સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ હતાં. તેમના ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો છે. જતિન અને લલિત પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર છે. તેમની બહેન વિજેતા પંડિત એક અભિનેત્રી અને પ્લેબેક સિંગર છે. સુલક્ષણાએ નવ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને ૧૯૬૭ માં ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ શરૂ કર્યું હતું. ૧૯૭પ માં તેમને ફિલ્મ 'સંકલ્પ'ના 'તુ હી સાગર હૈ તુહી કિનારા' ગીત માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
સુલક્ષણા ૧૯૭૦ અને ૧૯૮૦ ના દાયકામાં ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતાં, જેમાં 'ઉલઝાન' (૧૯૭પ) અને 'સંકોચ' (૧૯૭૬) નો સમાવેશ થાય છે. તેમણે ગાયન અને અભિનય બન્નેમાં સફળ કારકિર્દીનો આનંદ માણ્યો, પરંતુ પાછળથી વ્યાવસાયિક અને વ્યક્તિગત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
એવું કહેવાય છે કે, ફિલ્મ અભિનેતા સંજીવ કુમાર સાથેના તેમના અધુરા સંબંધોએ તેમના જીવન પર ઊંડી અસર કરી હતી. પાછળથી તેમને સ્વાસ્થ્ય અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એવું પણ કહેવાય છે કે, સુલક્ષણા પંડિત અભિનેતા સંજીવ કુમાર સાથે ખૂબ પ્રેમમાં હતી. ૧૯૭પ માં આવેલી ફિલ્મ 'ઉલઝાન'ના શૂટિંગ દરમિયાન તેમનો પ્રેમ ખીલ્યો અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ સંજીવ કુમારે પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
બીજી તરફ સંજીવ કુમાર હેમા માલિની સાથે લગ્ન કરવા માગતા હતાં. હેમાના હાથે અનુભવાયેલા દુઃખમાંથી સંજીવ કુમાર ક્યારેય બહાર ન આવી શક્યા. દરમિયાન સુલક્ષણા પંડિત સંજીવ કુમારના અસ્વીકારથી ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણે અવિવાહિત રહેવાનું અને એકાંતમાં રહેવાનું નક્કી કર્યું. સંજીવના મૃત્યુ પછી સુલક્ષણા માનસિક રીતે બીમાર થઈ ગઈ હતી, અને ઘણાં વર્ષો સુધી તેની બહેન વિજેતા પંડિત સાથે રહી હતી, તેવી ચર્ચા બોલિવૂડના વર્તુળોમાં થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial