Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પેશિયલ ઈન્ટેન્સીવ રીવીઝન (એસ.આઈ.આર.) હેઠળ
દ્વારકા તા. ૭: કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દેશભરના ૧૨ રાજ્યોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઈન્ટેન્સીવ રીવીઝન (એસ.આઈ.આર.)ની પ્રક્રિયા હાથ ધરવાની સૂચના અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એસ.આઈ. આર.ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ઘરે ઘરે જઈ મતદારોની ચકાસણી મંગળવારથી શરૂ કરવામાં આવી છે જેમાં જિલ્લાભરમાં કુલ ૬૩૪ બ્લોક લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) દ્વારા આશરે ૬ લાખ જેટલા મતદારોની મુલાકાત લઈ એક મહિના સુધી સઘન ચકાસણી હાથ ધરવામાં આવનાર છે.
બી.એલ.ઓ. દ્વારા મતદારોને રૂબરૂ મુલાકાત દરમ્યાન તેમની પાસે નિયત ફોર્મ ભરાવવાનું રહેશે. જે ફોર્મમાં મતદારોએ વિગત ભરવાની રહેશે. વર્ષ ૨૦૦૨ની યાદીમાં મતદારોના અલગ સ્થળે નામ હોય તો તે પણ ધ્યાને લેવામાં આવશે. વર્ષ ૨૦૦૨માં મતદારો ક્યા સરનામે નોંધાયેલ હતા તેની પ્રાથમિક વિગતો પરથી મતદાર યાદીની વિસ્તૃત વિગતો એટલે કે ભાગ નંબર, બૂથ નંબર વગેરે શોધવા પણ વિશેષ સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. બી.એલ.ઓ. જયારે મતદારોના ઘરે આવશે ત્યારે મતદારોએ વિગત ભરવાની રહેશે. એક પરિવારમાં જેટલા મતદારો હશે તે તમામે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. ફોટો સાથેની મતદાર યાદી બી.એલ.ઓ. પાસે રહેશે. ફોર્મની સાથે તેઓ નવો ફોટો આપી શકશે.
મતદારોએ શું કરવાનું રહેશે ?
બી.એલ.ઓ. જ્યારે ઘરે આવે ત્યારે પરિવારના તમામ મતદારોની માહિતી સાથેનું મતદાર દીઠ ફોર્મ ભરવાનું રહેશે જેમાં જરૂરી વિગતો પૂરી પાડવાની રહેશે. જે મતદારો વર્ષ ૨૦૦૨ પછી ૧૮ વર્ષના થયા છે અને નામ મતદાર યાદીમાં નોંધાયેલ છે તે તમામ મતદાર તેમના માતા-પિતાનું ૨૦૦૨ની યાદીમાં નામ હોવાની વિગતો આપી શકશે. બી.એલ.ઓ. આવે ત્યારે ઘર બંધ હશે તો બી.એલ.ઓ. અલગ અલગ સમયે ત્રણ વખત મુલાકાત લેશે અને આસપાસમાં પુછીને ઘર બંધ હોવાની નોંધ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial