Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયલે ગાઝા પર કબજો કરવાનું અભિયાન અટકાવ્યુ
તેલ અબીવ તા. ૪: ગાઝા માટેના ટ્રમ્પના પ્લાન અંગે હમાસ રાજી થઈ જતા નેતન્યાહૂએ કહ્યું કે, પ્રથમ તબક્કો લાગુ કરીશું અને પછી ઈઝરાયલે ગાઝા પર કબજો કરવાનું અભિયાન અટકાવી દીધુ હોવાના અહેવાલો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝામાં શાંતિ સ્થાપવા માટેના શાંતિ પ્રસ્તાવ અંગે હમાસે સહમતિ આપી દેતા ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે અમેરિકન પ્રમુખના શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કાને અમલમાં મૂકવા તૈયાર છીએ. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ અનુસાર પ્રથમ તબક્કામાં હમાસે તમામ ઈઝરાયલી બંધકોને મુક્ત કરવા પડશે. તેના વિશે વધુમાં નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું કે, ઈઝરાયલ અને અમેરિકન પ્રમુખની ટીમ સાથે મળીને યુદ્ધનો અંત લાવવા માટે કામ કરતી રહેશે.
જો કે, ઈઝરાયલી વડાપ્રધાનના કાર્યાલયના નિવેદનમાં એવો કઈ ઉલ્લેખ નહોતો, આ દરમિયાન ગાઝા પર બોમ્બમારો અટકાવી દેવામાં આવશે, પરંતુ રાતભર ચાલેલી ચર્ચા પછી સ્થાનિક મીડિયાના અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે, ઈઝરાયલના રાજકીય નેતૃત્વએ ઈઝરાયલી સૈન્યને ગાઝા શહેર પર કબજો કરવાના અભિયાનને રોકવાનો આદેશ આપી દીધો છે. હવે આ પ્રકારના ઓપરેશનને અટકાવવા અને ફક્ત ડિફેન્સમાં કોઈ કાર્યવાહી કરવા માટેનો જ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય અમેરિકા અને ઈઝરાયલના અધિકારીઓ વચ્ચે રાતભર ચાલેલી વાતચીત પછી લેવામાં આવ્યો હતો.
આ દરમિયાન ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી કે "હમાસ કાયમી શાંતિ માટે તૈયાર છે." તેમણે જાહેરમાં પહેલીવાર ઈઝરાયલને ગાઝા પરના હુમલા તાત્કાલિક બંધ કરવા હાકલ કરી. હમાસે તેમના પ્રસ્તાવનો જવાબ આપ્યના થોડા સમય પછી ટ્રમ્પનો આ મેસેજ આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial