Advertisement
Author: નોબત સમાચાર

રેલવે તંત્રએ ડિમોલીશનની આપેલી નોટીસોના મુદ્દે સાંસદ સોમવારે યોજશે બેઠકઃ હૈયાધારણ

હનુમાન ટેકરી સહિતના અસરગ્રસ્તોને ગત્ મોડી રાત્રે પૂનમબેન માડમે પોતાના કાર્યાલયમાં સહાનુભૂતિપૂર્વક સાંભળ્યા

                                                                                                                                                                                                      

જામનગરના દિગ્જામ સર્કલ નજીકના હનુમાન ટેકરી અને તેના આસપાસના વિસ્તારના અનેક રહેવાસીઓને રેલવે તંત્ર દ્વારા સાત દિવસમાં તાકીદે જગ્યા ખાલી કરી આપવાની નોટીસ અપાયા પછી સ્થાનિકોમાં ડિમોલીશનનો ડર પેસી ગયો હતો, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અનેક લોકોના ટોળા મહાનગરપાલિકાની કચેરી અને જિલ્લાના વહીવટી તંત્ર પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. ત્યારપછી જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ કે જેઓ ગઈકાલે સાંજે સત્ર પૂર્ણ કરીને હાવઈ માર્ગે જામનગર આવી પહોંચ્યા હતાં અને મોડી રાતે જ સીધા પોતાના કાર્યાલય પર પહોંચ્યા હતાં. જે દરમિયાન સ્થાનિકોએ તેઓના પ્રશ્ન અંગે રજૂઆત કરતા સાંસદે યોગ્ય ઉકેલ લાવવા માટે સોમવારે બેઠક યોજવાની ધારણા આપી હતી. જામનગર શહેર ભાજપના અધ્યક્ષા બીનાબેન કોઠારીએ જામનગર શહેરમાં ગઈકાલે દિવસભર બનેલી તમામ ઘટનાઓના સંદર્ભમાં બે થી ત્રણ વખત બીનાબેન કોઠારીએ સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી હતી. આગામી સોમવારે રેલવે વિભાગના ડીઆરએમ તેમજ જામનગરના જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર વિગેરેની સાથે સંયુક્ત બેઠક યોજીને વોર્ડ નંબર ૬ ના તમામ રહેવાસીઓના પ્રશ્નનો યોગ્ય ઉકેલ આવે. ઉપરાંત રેલવે વિભાગની જમીનમાં જે લોકો વસવાટ કરતા હોય તે તમામને પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનો પૂરતો સમય મળી રહે, તે દિશામાં કાર્યવાહી થાય તે અંગે ચર્ચા કરવા માટેની સર્વેને હૈયાધારણા આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh