Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લા પાસે રિક્ષામાં ઈંગ્લીશ દારૂની ૧૪૪ બોટલ લઈને જતો શખ્સ ઝડપાયોઃ રૂ।.પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે

સુભાષબ્રિજ પાસેથી ઈંગ્લીશ દારૂના આઠ ચપલા સાથે એક પકડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે ગઈરાત્રે રિક્ષામાં લઈ જવાતી ઈગ્લીશ દારૂની ૧૨ પેટી પોલીસે કબજે કરી છે. રિક્ષામાં દારૂ લાવી રહેલા મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં રાજકોટના શાપરમાં રહેતા શખ્સની ધરપકડ કરાઈ છે. સુભાષષબ્રિજ પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂના આઠ ચપલા સાથે મળી આવ્યો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામ પાસે એક મીલ નજીક રિક્ષામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી પંચકોશી એ ડિવિઝનના નિર્મળસિંહ જાડેજા, કાસમ બ્લોચ, એચ.એમ. ઝાલાને મળતા પીઆઈ એમ.એન. શેખને વાકેફ કરાયા પછી ગઈકાલે પંચકોશી એ ડિવિઝનની ટીમે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન રાત્રે અગિયારેક વાગ્યે ફલ્લા પાસે તિરૂપતિ જીન નજીકથી પસાર થયેલી જીજે-૧૧-યુયુ ૨૫૯૫ નંબરની સીએનજી રિક્ષાને શકના આધારે રોકી પોલીસે તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૧૪૪ મોટર ભરેલી ૧ર પેટી મળી આવી હતી.

અંદાજે રૂ।.૭૨ હજારની કિંમતનો દારૂનો જથ્થો તેમજ રૂ।.૫ હજારની કિંમતનો મોબાઈલ તથા રૂ।.૩ લાખની રિક્ષા મળી કુલ રૂ।.૩ લાખ ૭૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે અને રિક્ષા ડ્રાઈવર મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની અને હાલમાં રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામમાં વસવાટ કરતા મનિષ યોગેશભાઈ મીનામાની ધરપકડ કરી છે. આ શખ્સની રીમાન્ડ માટેની તજવીજ કરાઈ રહી છે.

જામનગરના સુભાષબ્રિજ નજીક આવેલા ભારતવાસ તરફ જવાના રસ્તા પર ગઈરાત્રે પસાર થતાં સાગર દિલીપભાઈ ચૌહાણ ઉર્ફે સન્ની નામના શખ્સને રોકી સિટી એ ડિવિઝનના સ્ટાફે તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના આઠ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા ઝબ્બે લઈ સાગર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh