Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની આઈ.ટી.આર.એ.માં
જામનગર તા. ૨૦: જામનગરની આઈટીઆરએ સંસ્થાના રોગ નિદાન વિભાગ દ્વારા સંસ્થાની હોસ્પિટલના ઓપીડી નં. બી-૧૩માં અઠવાડિયામાં ત્રણ દિવસ (સોમ,શુક્ર,શનિ) ખાસ ઓપીડી ચલાવવામાં આવશે. જીવનશૈલીને લગતા રોગો અંગે નિદાન, માર્ગદર્શન અને ચિકિત્સાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં સતત તણાવ, અને અનિયમિત ખાન-પાનના કારણે, વધુ થાકેલ, તણાવયુક્ત, શરીરમાં સ્ફૂર્તિનો અભાવઅને યાદશક્તિનું ઘટી જવું તેમજ પોતાના વ્યવસાયના કાર્ય પર બરાબર ધ્યાન કેન્દ્રીત ન કરી શકવું અને ઊંઘ પૂરી ન થતી હોવાનો સતત અનુભવ કરતા હોય છે. આ પ્રકારના લક્ષણોથી ગ્રસ્ત રહેવાથી વ્યક્તિની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. આ લક્ષણ ચાલુ રહેવાથી સમય પહેલા શરીરના આંતરિક અવયવોમાં વૃદ્ધાવસ્થા આવી શકે છે.
આ સમસ્યાથી પીડિત લોકોને તપાસ માર્ગદર્શન અને ચિકિત્સા આપવામાં આવશે. જેનો લાભ લેવા સંસ્થાના ડાયરેકટર પ્રો. તનુજા નેસરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial