Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભગવાન ઝુલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણીનું પૂર્વ આયોજન ઘડાયું

શ્રી સખ્ખર જિલ્લા સિંધી પંચાયતની બેઠક યોજાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: ચેટીચાંદ પર્વ પ્રસંગે સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનના જન્મોત્સવ અનુસંધાને શ્રી સખ્ખર જિલ્લા સિંધી પંચાયત દ્વારા ખંભાળિયા ગેટ નજીક આવેલ વાડીમાં અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાબેતામુજબના નિત્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

તદનુસાર ર૦-૩-ર૦ર૬, શુક્રવારના સવારે પાંચ કલાકે મંગળા આરતી, સવારે ૭ કલાકે દ્વિતીય આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સવારે ૮ કલાકે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં બાઈકસવાર જોડાશે અને ડીજેના તાલ સાથે રેલી નીકળશે.

આ બાઈક રેલી સાધના ઝુલેલાલ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો જેમ કે નાનકપુરી, પવનચક્કી, આર્યસમાજ રોડ, ખંભાળિયા દરવાજા, હવાઈચોક, સેન્ટ્રલ બેંક, બર્ધનચોક, દરબારગઢ, રતનબાઈની મસ્જિદ, સજુબા સ્કૂલ, રણજીત રવડ, બેડી નાકા થઈ જુના રેલવે સ્ટેશન સ્થિત ઝુલેલાલ મંદિરમાં પૂર્ણ થશે. તે પછી ઝુલેલાલ મંદિરના પટાંગણમાં સામૂહિક જનોઈ (સમૂહ યજ્ઞોપવિત) વિધિ વાજતેગાજતે યોજાશે. બ્રાહ્મણ ગોરના મંત્રોચ્ચાર વચ્ચે બટુકોને જનોઈ ધારણ કરાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ભહેરાણા સાહેબ તથા મ્યુઝિકલ પાર્ટીનું આયોજન રહેશે. પછી એ જ સ્થળે ભંડારા પ્રસાદ (જમણવાર) યોજાશે.

સાંજે ૪ કલાકે નાનકપુરીથી શ્રી ઝુલેલાલ ભગવાનની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. શહેરના મુખ્ય માર્ગો પર વાજતે-ગાજતે નગરભ્રમણ કરતી આ શોભાયાત્રા નાનકપુરી, પવનચક્કી, આર્યસમાજ રોડ, ખંભાળિયા દરવાજા, હવાઈચોક, સેન્ટ્રલ બેંક, સેતાવડ, બર્ધનચોક, દરબારગઢ, રતનબાઈની મસ્જિદ, સજુબા સ્કૂલ, રણજીત રોડ, બેડી નાકા અને અનુપમ ટોકીઝ થઈ રાત્રે ૧ર કલાકે જુના રેલવે સ્ટેશન સ્થિત ઝુલેલાલ મંદિરમાં પૂર્ણ થશે. શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા અને આકર્ષક ઝાંખીઓ વિશેષ આકર્ષણરૂપ રહેશે.

સાંજે ૭ કલાકે જુના રેલવે સ્ટેશન ઝુલેલાલ મંદિરમાં પરોઢિયા આરતી યોજાશે, ત્યારપછી મ્યુઝિકલ પાર્ટી, સમાજ આગેવાનો તથા શહેરના નામાંકિત મહાનુભાવોની હાજરીમાં ભહેરાણાસાહેબ યોજાશે. સાથે કેક કટીંગ કાર્યક્રમ અને મંદિર પટાંગણમાં રાત્રિ પ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર કાર્યક્રમની વિગતવાર માહિતી સિંધી સમાજના આગેવાનો તથા ઝુલેલાલ મંડળ તથા જુના રેલવે સ્ટેશનના પ્રમુખોએ સિંધી સમાજની બેઠકમાં આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh