Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના શ્રમિકો અને ભાડૂતોની વિગતો પોલીસને આપવી ફરજિયાતઃ જાહેરનામું

સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦, જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનાખોરી પર અંકુશ મેળવવાના હેતુથી અધિક િજિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ. એમ. કાથડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં બનેલી લૂંટ, ધાડ, હત્યા અને અપહરણ જેવી ગંભીર ઘટનાઓના વિશ્લેષણમાં એવું જોવા મળ્યું છે કે, અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી આવતા શ્રમિકો કે કારીગરો ગુના આચરીને નાસી જતા હોય છે અથવા અન્યત્ર ગુન્હમા કરીને જામનગરમાં છુપાઈને રહેતા હોય છે. આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને જિલ્લાની શાંતિ જાળવવા માટે હવે તમામ ઉદ્યોગકારો, વેપારીઓ અને મકાનમાલિકોએ તેમના શ્રમિકો તેમજ ભાડૂતોની જાણકારી પોલીસને આપવી અનિવાર્ય બનશે.

આ જાહેરનામા મુજબ, જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જિલ્લાના તમામ કારખાનેદારો, બિલ્ડરો, ફાઉન્ડ્રી ઉદ્યોગના માલિકો, ખેતીના ભાગીયા રાખતા ખેડૂતો અને ખાનગી સેક્ટરના મેનેજમેન્ટે તેમના એકમમાં કાર્યરત તમામ કાયમી, હંગામી કે કોન્ટ્રાક્ટ બેઝના શ્રમિકોની વિગતો નિયત પત્રક-'ક' માં તૈયાર કરી ૧૫ દિવસની મર્યાદામાં નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. તેવી જ રીતે, મકાનમાલિકો અને મકાન ભાડે અપાવનાર દલાલોએ પણ અન્ય રાજ્યો કે જિલ્લામાંથી આવતા ભાડૂતોની માહિતી પત્રક-'ખ' મુજબ તૈયાર કરી પોલીસને સોંપવાની રહેશે.

ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલું આ જાહેરનામું તા.૧૫/૦૩/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ આદેશનો કોઈપણ પ્રકારે ભંગ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસ તંત્રના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના દરજ્જાના અધિકારીઓને આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh