Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવા વર્ષ પહેલાં થઈ હતી યુવાનની હત્યાઃ
જામનગર તા. ૨૬: જામનગરના ખોળમીલના ઢાળીયા પાસે રહેતા એક યુવાનનું તેની પત્ની અને પ્રેમીએ કાસળ કાઢી નાખ્યું હતું. પત્નીના આડાસંબંધમાં આડખીલી બનતા પતિનું મૃત્યુ નિપજતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જેલહવાલે રહેલી પત્નીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના બેડી નજીકના ખોળમીલના ઢાળીયા પાસે વીર સાવરકર ભવનમાં રહેતા ઈકબાલ ગનીભાઈ કુરેશી નામના યુવાન પર ગઈ તા.૭-૬-૨૪ની રાત્રે છરીથી હુમલો થયો હતો. તેની જાણ થતાં તેના ભાઈ ગુલામહુસેન તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ઈકબાલનું મૃત્યુ નિપજ્યું હતું. તેઓએ ઈકબાલના પત્ની કરીશ્માબેનને પૂછતા તેઓએ બે અજાણ્યા વ્યક્તિએ છરી માર્યાનું અને તે વખતે તે બાથરૂમમાં હોવાનું કહ્યું હતું.
તે પછી મૃતક ઈકબાલના પુત્રએ જણાવ્યું હતું કે, ઈમ્તિયાઝ બશીર તેમજ કિશન નામના બે શખ્સ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેઓએ ઈકબાલને છરી મારી દીધી હતી. કરીશ્માને થોડા સમયથી ઈમ્તિયાઝ સાથે આડોસંબંધ હતો અને તે બાબતની પતિ ઈકબાલને જાણ થઈ જતાં ઈમ્તિયાઝે પોતાના મિત્ર સાથે ધસી આવી હુમલો કર્યાે હતો. આ વેળાએ કરીશ્માએ પતિ ઈકબાલને પાછળથી પકડી રાખ્યો હતો અને ઈમ્તિયાઝે છરી હુલાવી હતી તેમ જાણવા મળ્યું હતું. ગુલામહુસેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તે પછી આરોપી પૈકીના કરીશ્માબેને જામીનમુક્ત થવા અરજી કરતા તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આ મહિલાની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial