Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પદાધિકારીઓના પ્રશ્નો, અધિકારીનો જવાબ, મંત્રીનું માર્ગદર્શન
જામનગર તા.૫: પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પદાધિકારી-અધિકારીઓની સંયુકત બેઠક યોજાઈ હતી. પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી મંત્રી દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર તાલુકા, જિલ્લા તથા નગર પાલિકાઓના વિકાસ કાર્યો તથા લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા વીજ કનેક્શન, જમીન માપણી, આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, રોડ તથા બ્રિજના કામો, આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ ભરવા, સિંચાઈ યોજનાના કામો, ચેકડેમ રીપેર કરવા, સૌની યોજના હેઠળ પાઇપલાઇન લંબાવવા, એસટી બસના રૂટ ફાળવવા, પીવાના પાણીની લાઈન નાખવા અને એમ્બ્યુલન્સ સુવિધા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. મંત્રીએ આ તમામ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તેના સત્વરે નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે લોકોની મુશ્કેલીઓ દૂર કરવા તેમજ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આ સંયુક્ત બેઠકનું આયોજન કરાયું છે.તેમણે ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓને 'ટીમ જામનગર' તરીકે લોકોના પ્રશ્નોના નિવારણ માટે સકારાત્મક અભિગમ દાખવવાની સાથે આરોગ્ય અને રોડ-રસ્તા અંગે આગોતરું આયોજન કરી લોકોને સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે કામગીરી હાથ ધરવા ભારપૂર્વક જણાવ્યું હતું.સાથે જ પ્રભારી તેમણે ઓપરેશન સિંદૂર, મોકડ્રિલ, તથા વિવિધ કુદરતી આપદા સમયે જિલ્લા વહીવટી તંત્ર જામનગરની તૈયારીઓ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વ્યક્ત કરાયેલ સંતોષ અંગેની માહિતી આપી સમગ્ર તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં, તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા, સ્વચ્છતા જાળવવા અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પર્યાવરણનું જતન કરવા પણ ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અગ્રણી ડો. વિનુભાઈ ભંડેરી, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial