Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂતકાળમાં હાઉસફૂલના પાટિયા લાગતા અને ટિકિટના કાળાબજાર થતાઃ
ખંભાળિયા તા. ૮: ખંભાળિયામાં સિનેમા થિયેટર પર મોટા પડદા પર ફિલ્મ જોવાના યુગનો અંત આવ્યો છે. કેમ કે ખંભાળિયાનું એકમાત્ર વિજય સિનેમા પણ બંધ થઈ ગયું છે, તાળા લાગી ગયા છે.
ખંભાળિયા સાંસ્કૃતિક રીતે તથા મનોરંજન માટે ખૂબ જ જુના સમયથી આગળ પડતું હોય, અહીં વર્ષો પહેલા શારદા સિનેમા પાલિકા બગીચા પાસે આવેલું હતું તે ધીરે ધીરે બંધ થયું અને હવે વિજય સિનેમા પણ બંધ થયું. સિનેમાનો યુગ પૂરો થયો.
વિજય સિનેમાના સંચાલક રામભાઈ નકુમ તથા સંજયભાઈ હરિભાઈ નકુમે જણાવેલ કે તા. ૪-ર-૧૯૭૪ ના વિજય સિનેમા શરૂ થયું હતું તથા ધર્મેન્દ્રની કિંમત ફિલ્મ પહેલી લાગી હતી તથા તે સમયે મનોરંજનનું એકમાત્ર સાધન સિનેમા હોય, મનોરંજન માટે પડાપડી થતી તથા સિનેમાની ટિકિટના કળાબજારના ન્યૂઝ બનતા. વિજય સિનેમા ૧૯૭૪ માં પ્રથમ એર કંડીશન પુશબેક સીટવાળું હતું, જેનું ઉદ્ઘાટન તત્કાલિક ખંભાળિયા આઈ.એ.એસ. એસ.ડી.એમ. શ્રી ઘોષ દ્વારા થયું હતું. તે સમયે જાગરણમાં ફિલ્મ શો આખી રાત્રિ ચાલતા તથા શારદા સિનેમા નાનું હોય, ત્યાં તો નવું કે સારૃં ફિલ્મ લાગે ત્યારે પ્રેક્ષકો ઉમટી પડતા હતાં. ગામમાં નગર ગેઈટ તથા બજારમાં બે સ્થળે ફિલ્મના બોર્ડ લાગતા તથા ટીવી સિનેમેક્સમાં નવા ફિલ્મો લગાડવા છતાં પણ પ્રેક્ષકો ના આવતા હોય, અગાઉ ૧ર-૩૦ થી રાત્રે ૧ર સુધી ચાર શો થતા તે ધીરે ધીરે ત્રણ-બે અને હવે બંધ થઈ ગયા. શારદા સિનેમાની જગ્યા પર તો એપાર્ટમેન્ટ-દુકાનો થઈ ગઈ છે, જ્યારે વિજય સિનેમા પણ બંધ થતા દુકાનો-મોલ બનવા શક્યતા છે.
નગરગેઈટથી સીધુ સિનેમા દેખાતું તથા કેટલું બાંધકામ થયું તે જોવા લોકો રોજ આવતા તથા જાગરણ તથા ફિલ્મમાં તો લોકોની પડાપડી થતી. પોલીસ બોલાવવી પડતી તે હવે ભૂતકાળ થયું. હાઉસફૂલ પ છેલ્લી ફિલ્મ લગાડીને વિજય સિનેમા બંધ થતા દ્વારકા જિલ્લામાં હવે ક્યાંય સિનેમા નથી રહ્યા. અગાઉ દ્વારકા, મીઠાપુર, ઓખા, ભાણવડમાં સિનેમા હતાં પણ તે વર્ષોથી બંધ થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial