Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચ્છ તરફથી કતલખાના તરફ ધકેલાતા હતાઃ પશુનો જીવ બચ્યોઃ
જામનગર તા. ૮: કચ્છ તરફથી બે વાહનમાં ભેંસ વર્ગના કુલ ર૧ જીવને વાહનોમાં ખીચોખીચ ભરીને તેમજ નિરણ તથા પાણીની સગવડતા નહીં રાખીને જોડિયા ગામના ભાદરા ગામ પાસેથી પસાર થતાં બંને વાહનોને મોરબીના ગૌરક્ષોની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અને ૨૧ જીવ તથા બંને વાહનો વગેરે પોલીસે સુપરત કરાયા હતા. આ બાબતે પોલીસમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે અને પોલીસે બંને વાહનચાલક સહિત કુલ ત્રણની અટકાયત કરી છે. આ જીવોને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોએ પીછો કરીને આ જીવને છોડાવ્યા હતા.
મોરબીના અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાર્થ મનસુખભાઈ નેસડીયા અને તેની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક પશુઓને બે વાહનમાં ભરીને કતલખાના તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકની ટીમ વહેલી સવારે માળીયા પાસે વોચમાં ગોઠવાઈ હતી. આ સમયે બે વાહન શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ બંને વાહનચાલકે પોતાના વાહનો પુરપાટ વેગે હંકારી મૂક્યા હતા. આથી ગૌરક્ષકોની ટીમે પોતાના વાહનમાં તેનો પીછો કર્યાે હતો અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે જીજે-૧૨-સીટી ૦૦૬ર નામનો બોલેરો પીકઅપ વાન તેમજ જીજે-૧૨-બીઝેડ ૪૩૪૧ નંબરનો બોલેરો પીકઅપ વાનને ઝડપી પાડ્યા હતા અને તલાશી લેતા બંનેમાંથી કુલ ૨૧ નંગ ભેંસ વર્ગ (પાડા) ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા.
આ વાહનોમાં જીવ માટે ઘાસચારો કે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી આથી ગૌરક્ષક પાર્થ નેસડીયાએ બંને વાહનના ચાલક મળી કુલ ત્રણ શખ્સ જેમાં જબ્બારભાઈ ગુલાબીભાઈ ફકીર, આકુડાભાઈ હૈયાતભાઈ જત, આયબભાઈ નિઝામુદ્દીન જત (રહે. બધા નાના સરાડા ભગાડીયો, તા. ભુજ-કચ્છ)ની અટકાયત કરી હતી અને પોલીસે ગૌસેવકોની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો સામે પશુ પ્રત્યે ઘાતકીનું વર્તન દાખવવા અંગે ગુન્હો નોંધીને રૂ.૪૨ હજારની કિંમતના જીવ, રૂ.પ લાખની કિંમતના બે વાહનો વગેરે કબજે કર્યા હતા. આ તમામ ર૧ જીવને રાજકોટની પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે.
આમ મોરબીની ગૌરક્ષક ટીમની જાગૃતતા અને સતર્કતાના કારણે ર૧ નંગ ભેંસ વર્ગના જીવને બચાવી લેવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial