Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંગ્લુરૂમાં વોટ અધિકાર રેલીમાં જુસ્સેદાર સંબોધનઃ વોટચોરીને ગણાવ્યો બંધારણ સાથે દગોઃ ખળભળાટ
નવી દિલ્હી તા. ૮: વોટચોરીના આક્ષેપો સાથે વીડિયો જાહેર કર્યા પછી આજે બેંગ્લુરૂમાં વોટ અધિકાર રેલીને સંબોધિત કરતા રાહલ ગાંધીએ ચૂંટણીપંચ અને ભાજપ વચ્ચે સાઠગાંઠટ હોવાના આક્ષેપો કરીને કહ્યું હતું કે, વોટચોરી એ બંધારણ સાથે દગો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બેંગલુરૂમાં વોટ અધિકાર રેલીને સંબોધિત કરતા મત ચોરીનો મુદ્દો ફરી લોકો સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે વોટ ચોરીને બંધારણ સાથે દગો ગણાવ્યો હતો, અને ભાજપ સાથે ચૂંટણીપંચની મિલીભગતના આક્ષેપો કર્યા હતાં.
તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપનું નથી, તે બંધારણ માટે કામ કરે છે અને કર્ણાટકમાં બેઠકની ચોરી થઈ છે. એક બેઠકની ચોરી તો અમે પકડી પાડી છે. તમે બેઠકની ચોરી કરી બંધારણ પર આક્રમણ કરી રહ્યા છો. સમય લાગશે પણ અમે તમને પકડીશું. એક-એક કરીને પકડીશું. મારી વાત યાદ રાખજો. જો તમે બંધારણ પર હુમલો કરશો તો અમે તમારા પર હુમલો કરીશું.
જો અમને ઈલેક્ટ્રોનિક ડેટા મળી જાય તો અમે સાબિત કરી દઈશું કે વડાપ્રધાન મોદી બેઠકોની ચોરી કરી વડાપ્રધાન બન્યા છે. શા માટે ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા અને રેકોર્ડર આપી રહ્યું નથી. કર્ણાટકમાં અમે જે ડેટા કાઢ્યો છે તે એક મજબૂત પુરાવો છે. આ ચોરી શોધવામાં અમને છ મહિનાનો સમય લાગ્યો.
એ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નવો વીડિયો શેર કરી વોટ ચોરીના આરોપને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એવો આરોપ લગાયો કે ચૂંટણી પંચ અને ભાજપની બેઠકો વચ્ચે વોટ ચોરીની મિલિભગ છે.
આ ઉપરાંત તેમણે ચૂંટણી પંચ પર દેશદ્રોહનો આરોપ પણ લગાવ્યો અને આરોપના સમર્થનમાં ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનું ઉદાહરણ આપ્યું. તે ઉપરાં તેમણે ફરી મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકનું ઉદાહરણ આપ્યું, જેનો ઉલ્લેખ તેમણે ગુરુવારે પણ કર્યો હતો.
તેમણે કહ્યું કે, આ રાજ્યોમાં જાદુથી નવા મતદારો પેદા થઈ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, વોટચોરી ખાલી એક ચૂંટણી કૌભાંડ નથી, પરંતુ બંધારણ સાથે દગો છે. દેશના ગુનુગારો સાંભળી લે. સમય બદલાશે, સજા જરૂર મળશે.
આ વિષે વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હું રાજકીય પરિવારમાં પેદા થયો છું અને છેલ્લા ર૦ વર્ષથી ખુદ ચૂંટણી લડી રહ્યો છું. મને ખબર છે કે, ચૂંટણી કેવી રીતે લડવામાં આવે છે. કેવી રીતે બુથ મેનેજ થાય છે અને કેવી રીતે મતની ચોરી થાય છે. લોકસભા ચૂંટણી દરમિયાન ૧૦૦ થી વધુ બેઠકો પર મત ચોરી કરવામાં આવી છે. જો નિષ્પક્ષ ચૂંટણી યોજાય તો આજે નરેન્દ્ર મોદીની સરકાર ન હોત.'
આ નવા વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી તપાસમાં પાંચ પ્રકારની વોટ ચોરી સામે આવી છે, જેમાં ડુપ્લીકેટ વોટર, ખોટા સરનામા, એક જ ઘરમાં અનેક મતદારો, જે સંભવ નથી. મતદાર યાદીમાં ખોટો અથવા નાનો ફોટો, જેનાથી ઓળખ ન થઈ શકે અને ફોર્મ ૬ નું દુરૂપયોગ આ ફોર્મ પહેલીવાર મતદાર બનેલા નવયુવાઓ માટે હોય છે, પરંતુ ૯૦ વર્ષના લોકોને પણ ફોર્મ ૬ નો ઉપયોગ કરી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ ૮ મિનિટના આ વીડિયોમાં બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'આ સંસ્થાગત ચોરી છે. ચૂંટણી પંચ મતદાર યાદીમાં ફેરફાર કરીને, સ્પષ્ટરૂપે ભાજપની મદદ કરે છે.'
રાહુલ ગાંધીએ પોતાના આરોપ પર ગુરુવારે ચૂંટણી પંચે શપથ પત્ર દ્વારા એ તમામ પુરાવા શેર કરવાનું કહ્યું, જેમણે તેને પુરાવાના રૂપે કાલે સાર્વજનિક રૂપે બધાની સામે મૂક્યા હતાં, જો કે આ વિશે રાહુલ ગાંધીએ વળતો જવાબ આપતા કહ્યું કે, મારા શબ્દ જ શપથ છે. ચૂંટણી પંચે પોતાના આંકડાની તપાસ કરવાની માંગ કરતા કહ્યું કે, મેં બધું જ જાહેરમાં કહ્યું છે અને મેં ચૂંટણી પંચના આંકડાને જ ટાંક્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial