Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્યામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના
જામનગર તા.૬: કેન્યામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય હાર્ડવેર એકસ્પો અંગે જામનગરમાં સેમિનાર યોજાયો હતો. જેમાં જામનગરના હાર્ડવેરની વૈશ્વિક ઓળખ વિસ્તારવા અંગે ચર્ચા થઈ હતી.
જામનગરમાં તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનો, ઉદ્યોગસાહસિકો સાથે કેન્યા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય હાર્ડવેર એક્સ્પો અનુસંધાને એક સેમિનાર યોજાયો હતો.
ભારતના હાર્ડવેર ઉદ્યોગને નવી દિશામાં લઈ જવાનું દૃઢ સંકલ્પ સાથે હાર્ડવેર એક્સ્પો આફ્રિકા, જે ૨૫ થી ૨૭ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાવા જઈ રહૃાો છે, એ માત્ર એક એક્ઝિબિશન નહીં પણ એ ભારત અને આફ્રિકા વચ્ચેના ઉદ્યોગિક સહયોગનો દરવાજો છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક ભારતીય કંપનીઓને આફ્રિકાનાં પ્રગતિશીલ માર્કેટ સુધી પહોંચવાનો એક અમૂલ્ય અવસર મળશે. તેમ આ સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું.
જામનગરનો હાર્ડવેર ઉદ્યોગ દેશ જ નહીં, પણ દુનિયાના નક્શા પર પોતાની ખાસ ઓળખ ધરાવે છે. ખાસ કરીને બ્રાસ પાર્ટ્સ, મશીન ટૂલ્સ, નટ-બોલ્ટ્સ, વાલ્વ અને ઓઈલ એન્ડ ગેસ સેક્શનના સ્પેર પાર્ટ એ જામનગરના સૌ માટે ગૌરવની વાત છે. જામનગર હંમેશાં હાર્ડવેર ઉદ્યોગના ક્ષેત્રે ગુણવત્તા અને નવિનતા માટે ઓળખાતું રહૃાું છે. અહીંના ઉદ્યોગકારોએ વર્ષોથી પોતાની ઉત્પાદન ક્ષમતા, નિકાસ તકો અને ટેકનોલોજી અપનાવવાની રીત દ્વારા આખા દેશમાં નવી દિશા આપી છે.
હાર્ડવેર એક્સ્પો આફ્રિકા ૨૦૨૫ જામનગરના ઉદ્યોગકારોને આફ્રિકાની ઊભરતી બજારો સુધી પહોંચવાનો અનમોલ અવસર આપવા જઈ રહૃાું છે. અહીંના ઉત્પાદનોની વૈશ્વિક ડિમાન્ડને હવે એક વ્યાપક મંચ મળશે. જ્યાં *મેડ ઇન જામનગર*ની નવી વિશ્વ વિખ્યાત બ્રાન્ડ બની શકે છે.
પ્રારંભમાં લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ જયેશભાઈ સંઘાણીએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. તે પછી આ ક્ષેત્રના અગ્રણીઓ દિનેશભાઈ ડાંગરિયા, હંસરાજભાઈ ગજેરા, વિરલ ખાણધર, રાજુભાઈ સોલંકી વગેરેએ અનુભવો વર્ણવી ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા. આ સેમિનારમાં જામનગરના બ્રાસ એકમના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગકારો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial