Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક બાળકી, એક વૃદ્ધ, એક શખ્સના મૃત્યુને ખતરનાક બેદરકારી ગણાવાઈ રહી છે !
કરાચી તા. ૧૪: પાકિસ્તાનમાં આજે ત્યાંનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ રહ્યો છે. કરાચીમાં આ ઉજવણી લોહીથી ખરડાઈ છે. અલગ-અલગ સ્થળે થયેલી ગોળીબારની ઘટનાઓમાં ત્રણના મૃત્યુ થયા છે અને ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાન ૧૪ ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. અહીં કરાચી શહેરમાં સ્વતંત્રતાની ઉજવણી દરમિયાન પીડાદાયક ઘટનાઓ બની છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કરવામાં આવેલા ગોળીબારમાં ૩ લોકોના મોત થયા છે, જેમાં ૮ વર્ષની બાળકી અને એક વૃદ્ધ નાગરિકનો સમાવેશ થાય છે. ગોળીબારમાં ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.
જિયો ન્યૂઝે એક અધિકારીને ટાંકીને આ સમાચાર આપ્યા છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન શહેરમાં ગોળીબારની ઘટનાઓ બની છે. અઝીઝાબાદમાં એક છોકરીને ગોળી વાગી હતી અને કોરંગીમાં સ્ટીફન નામના વ્યક્તિનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ શહેરભરમાં આ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૬૪ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આવી ઘટનાઓને ખતરનાક અને બેદરકારીનું પરિણામ ગણાવી છે.
આ દરમિયાન લોકોને સ્વતંત્રતા દિવસની ઉજવણી સુરક્ષિત રીતે કરવાની પણ અપીલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર કરાચીના લિયાકતાબાદ, કોરંગી, લ્યારી, મહમુદાબાદ, અખ્તર કોલોની, કેમારી, જેક્સન, બલદિયા, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારોમાં ગોળીબારની ઘટનાઓ બની છે. આ ઉપરાંત શકીફાબાદ, નઝામાબાદ, સૂરજની ટાઉન, ઝમાન ટાઉન અને લાંધી જેવા વિસ્તારોમાં પણ ગોળીબાર થયો છે. પાકિસ્તાનમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ગોળીબારની ઘટનાઓ બને છે.
વર્ષ ર૦ર૪ માં પણ આવી જ ઘટના નોંધાઈ હતી. આમાં એક બાળકનું મોત થયું અને ૯પ થી વધુ લોકો ઘાયલ થયા હતાં.
પોલીસે ફાયરીંગની ઘટનાઓની તપાસ શરૂ કરી છે અને ખાતરી આપી છે કે હવાઈ ફાયરીંગમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ પોલીસી અધિકારીઓએ આ ઘટનાઓ માટે અનેક કારણો જવાબદાર ગણાવ્યા છે, જેમાં મતભેદો, વ્યક્તિગત અદાવત અને લૂંટના પ્રયાસોનો પ્રતિકારનો સમાવેશ થાય છે. એબીપી ન્યૂઝ અનુસાર જાન્યુઆરીની શરૂઆતમાં કરાચીમાં ગોળીબારની ઘટનાઓમાં પ મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૪ર લોકો માર્યા ગયા હતાં અને ર૩૩ લોકો ઘાયલ થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial