Advertisement
Author: નોબત સમાચાર

ઢીંચડામાં જુગારના દરોડામાં ચાર પકડાયા, ત્રણ ફરારઃ રણજીતપરમાંથી દસ પત્તાપ્રેમી મળ્યા

રૂ.૨,૧૭,૮૯૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ ચાર પત્તાપ્રેમી પલાયન થઈ ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના કુબેર પાર્ક, હર્ષદમીલની ચાલી ઉપરાંત ઢીંચડા, પસાયા બેરાજા, રણજીતપર, કાલાવડના ખરેડી, લાલપુરના પીપરટોડા અને જામજોધપુરના કડબાલ તથા પરડવા ગામમાં ગઈકાલે રાત્રે પોલીસે જુગાર પકડવા પાડેલા નવ દરોડામાં ૫૯ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. ચાર નાસી જવામાં સફળ થયા હતા. પટમાંથી રોકડ, મોબાઈલ, બાઈક મળી કુલ રૂ.૨,૧૭,૮૯૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા કુબેર પાર્ક મેઈન રોડ પર ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના કૂટતા સુનિલ જેન્તિલાલ ભદ્રા, રાજેશ ઉર્ફે રાજાબલી દયાળજીભાઈ ખાનીયા, નયન રાજેશભાઈ ખાનીયા, નિલેશ મહેન્દ્રભાઈ ભદ્રા, ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્રભાઈ ગોરી, મનજી ઉર્ફે મમ્મુ મંગલદાસ કટારમલ નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦૨૩૦ કબજે કર્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર હર્ષદ મીલની ચાલી પાસે ગઈરાત્રે તીનપત્તી રમતા સાદીક હુસેન બ્લોચ, હિમાલય નવદીપભાઈ ડગલી, નવીન ઉર્ફે કાળુ જેઠાભાઈ ટીપલાણી, ભરત ખેંગારભાઈ પારઘી, સચિન ગુલાબભાઈ ઠકરાર, પ્રકાશ કરશનભાઈ કાપડી નામના છ શખ્સને પોલીસે દબોચી લઈ પટમાંથી રૂ.૯૨૫૦ ઝબ્બે લીધા છે.

જામનગરના બેડી નજીકના ઢીંચડા ગામમાં ગઈકાલે તીનપત્તી રમતા જયંતિલાલ કરમણ ગડા, ભાવેશ ધીરજલાલ માલદે, શક્તિસિંહ વિક્રમસિંહ ઝાલા, રવસુર સોમાભાઈ માતકા નામના ચાર શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. જ્યારે આરીફ, બહાઉદ્દીન, ઘોઘો નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦૭૫૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં ગઈરાત્રે રોનપોલીસ રમતા રવજી ઉર્ફે રમેશ રાજાભાઈ સોંદરવા, અલ્પેશ રમેશભાઈ મકવાણા, ગોપાલ કાનજીભાઈ મોલીયા, મહેન્દ્ર પરસોત્તમ ડોબરીયા, જેરામભાઈ નાથાભાઈ મોલીયા, રવિ હરજીભાઈ ડોબરીયા, ગોવિંદભાઈ પાંચાભાઈ કુંજડીયા, ગોપાલ પાંચાભાઈ ઠુંગા નામના આઠ શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૩૭૧૫૦ રોકડા પટમાંથી કબજે કરી આઠ મોબાઈલ પણ ઝબ્બે લીધા છે.

જામનગર નજીકના રણજીતપર ગામની સીમમાં ગઈરાત્રે એક વાડીના શેઢે ગંજીપાના વડે જુગાર રમતા ગોવિંદભાઈ ધરમશીભાઈ મારકણા, વીશાલ ભીખાભાઈ ચીખલીયા, ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ભૂપતસિંહ જાડેજા, ચંદ્રેશ ભાઈલાલ ધમસાણીયા, કુલદીપસિંહ ઈન્દ્રજીતસિંહ જેઠવા, મયંક કનૈયાલાલ મહેતા, કપિલ મનસુખભાઈ સોજીત્રા, રમેશભાઈ રાઘવજીભાઈ દુધાગરા, દિલીપ નરશીભાઈ માલાણી નામના દસ શખ્સને પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે પકડી લઈ પટમાંથી રૂ.૬૫૬૫૦ કબજે લીધા છે.

કાલાવડ તાલુકાના ખરેડી ગામની સીમમાં ગઈરાત્રે તીનપત્તી રમતા નરેન્દ્ર બચુભાઈ કાછડીયા, કિરીટગીરી ચીમનગીરી ગોસ્વામી, પ્રકાશ મોહનભાઈ સોંદરવા, પરેશ બાબુભાઈ કોઠીયા, સમીર નુરમામદ દલ, વસીમ હારૂનભાઈ નામના છ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા છે. પટમાંથી રૂ.૨૩૨૦૦ કબજે લેવાયા છે.

લાલપુર તાલુકાના પીપરટોડા ગામથી હરીપર જવાના રસ્તા પર ગઈરાત્રે જુગાર રમતા રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ગજેન્દ્રસિંહ રઘુભા જાડેજા, ગોવુભા મહોબતસિંહ જાડેજા, નરેન્દ્રપરી મનુપરી ગોસાઈ, રાહુલસિંહ પ્રદીપસિંહ વાઘેલા, પરાક્રમસિંહ લખધીરસિંહ જાડેજા નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૧૨૦૭૦ કબજે કર્યા છે.

જામજોધપુરના કડબાલ ગામમાં ગઈકાલે રાત્રે જુગાર રમતા ભીખાભાઈ માલદેભાઈ કાંબરીયા, નગેશ કારાભાઈ કરંગીયા, મયુર ગોવાભાઈ ચંદ્રાવાડીયા, ખીમાભાઈ માલદેભાઈ બોદર નામના ચાર શખ્સને પોલીસે પકડી લીધા હતા. રાજુ નાથાભાઈ બરાઈ નામનો શખ્સ નાસી ગયો હતો. રૂ.૧૧૨૦૦ કબજે કરાયા છે.

જામજોધપુરના પરડવા ગામમાં તીનપત્તી રમતા ગોબરભાઈ સરમણભાઈ પાટડીયા, ભગાભાઈ હમીરભાઈ શામળા, પાંચાભાઈ બિજલભાઈ શામળા, અરજણ ખીમાભાઈ શામળા, કરશનભાઈ મેરાભાઈ શામળા, દિનેશ રામભાઈ ગાંગડીયા, હિમત કેશુરભાઈ માલણીયા, ઉકાભાઈ બેચરભાઈ સોલંકી નામના આઠ શખ્સ રૂ.૧૦૯૦૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh