Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યેશભાઈ અકબરીના હસ્તે વોર્ડ નં. ૮ માં રૂપિયા ૧૩૩.૦૭ લાખના વિકાસ કામોના કરાયા ખાતમુહૂર્ત

૭૯-જામનગર (દક્ષિણ) ના ધારાસભ્ય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે વોર્ડ નં. ૮ માં વધુ ૧૩૩.૦૭ લાખના ખર્ચે ૧ર જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં.

જામનગરના વોર્ડ નં. ૮ માં આવેલી સરદાર પાર્ક શેરી નં. ૧ અને ર વચ્ચેના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. મુરલીધરનગર, વાટલીયા પ્રજાપતિ સમાજની બાજુમાં કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનો પ્રારંભ કરાયો હતો. નારણ કચરા સમાજની બાજુમાં શેરી નં. ર, ખોડિયાર માતાના મંદિરે ડોમ બનાવવાના કામનું અને કૈલાશનગર, બજરંગ પાનની સામેની સ્કૂલવાળી શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

કૈલાશનગર, ઢોસા હાઉસવાળી શેરીના છેડે આવેલા કોમન પ્લોટમાં પેવરબ્લોક ફીટ કરવાનું કામ શરૂ કરાવ્યું હતું. તેમજ કૈલાશનગર, ઉદય પાનની બાજુની અને સામેની શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

મુરલીધરનગર-૧, શેરી નં. ૧, મહાદેવ પ્રોવિઝન સ્ટોરની બાજુની શેરીમાં સીસી રોડનું કામ તેમજ મુરલીધરનગર-૧, શેરી નં. ર, ગુરૂછાયા મકાનવાળી શેરીમાં સીસી રોડનું કામ મોહનનગર, કોમન પ્લોટમાં નંદ ઘર પાસે પેવર બ્લોક ફીટ કરાવવાનું કામ, બાજુમાં સીસી રોડનું કામ, કામદાર કોલોની, ચંદુભાઈ સરવૈયાના ઘરવાળી શેરીના છેડેથી મેઈન રોડ તેમજ આડી શેરીમાં સીસી રોડનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જામનગરમાં કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની બાજુના કોમન પ્લોટમાં પેવર બ્લોકનું કામ, ઓશવાળ કોલોની રોડ, લીલાશાહ ધર્મશાળા બાજુની શેરીમાં આશાપુરા બ્રાસ સુધી સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની સાથે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતીયા, કેતનભાઈ ગોસરાણી, સોનલબેન કણજારીયા તથા શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નં. ૮ ના ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકરો અને અગ્રણીઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh