Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ત્રણેય આરોપી પાસે કરાવ્યું રીકન્સ્ટ્રક્શનઃ
ખંભાળિયા તા. ૩: ખંભાળિયાના ગુંદમોરામાં યુવાનની રવિવારે થયેલી હત્યાના કેસમાં પોલીસે મૃતકના પિતરાઈ કાકા તથા તેની બે પુત્રીઓની વિધિવત ધરપકડ કરી છે. ત્રણેય આરોપીને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા હતા. આજે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંગાશે. ગઈકાલે સદ્ગતની નીકળેલી અંતિમયાત્રામાં અનેક જ્ઞાતિજનો જોડાયા હતા.
ખંભાળિયા નજીકના રામનગર પાસે આવેલા ગુંદમોરા ગામની સીમના વિસ્તારમાં રહેતા જશવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા નામના પચ્ચીસ વર્ષના સતવારા યુવાન રવિવારે ભેદી સંજોગોમાં લાપત્તા બન્યા પછી બપોર સુધી તેની કરાયેલી શોધમાં આ યુવાનનો મૃતદેહ તેમના પિતાના કાકાના દીકરા રવજીભાઈ ભાણાભાઈના ઘરમાં તેમની પુત્રીઓના ઓરડામાંથી મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો ધસી આવ્યો હતો. જશવંતભાઈનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થવાથી મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું. મૃતકના માથા પર પ્લાસ્ટિકનું બાચકુ પહેરાવેલુ જોવા મળ્યું હતું. પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી રવજી ભાણાભાઈ અને તેમની પુત્રી કાજલ અને કિરણ સામે ગુન્હો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. ડીવાયએસપી વિસ્મય માનસેતાના વડપણ હેઠળ ઈન્ચાર્જ પીઆઈ નિકુંજ જોષી અને પીએસઆઈ જાદવના વડપણ હેઠળની પોલીસ ટીમ પૂછપરછમાં જોડાઈ છે. આ યુવાનની હત્યા ધરાર પ્રેમ સંબંધના કારણે થઈ હોવાની શંકા યથાવત રહી છે.
બે યુવતી અને તેના પિતાને આજે પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને હત્યાનું કારણ જાણવા તેમજ હત્યામાં વપરાયેલા હથિયાર કબજે કરવા માટે પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે ત્રણેય આરોપીને અદાલતમાં રજૂ કરવાની તજવીજ કરી છે.
ગઈકાલે સદ્ગત જશવંતભાઈની નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સતવારા જ્ઞાતિજનો ઉમટ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial