Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત
જામનગર તા. ૩: રાજ્યના ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન-૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ રૂ।. ૨૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે તારીખ ૦૧-૦૩-૨૦૨૬ સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી થયેલ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી આગામી તા. ૦૪-૦૩-૨૦૨૬ થી તા. ૧૫-૦૫-૨૦૨૬ દરમ્યાન કરવામાં આવશે. નાયબ જિલ્લા મેનેજર, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની યાદીમાં જણાવ્યા અનુસાર, ખેડૂત ખાતેદારોએ બાયોમેટ્રિક ઓથેન્ટિક દ્વારા જ નોંધણી કરવાની રહેશે. નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮/અ તથા જો પાકની વાવણી અંગેની એન્ટ્રી ઉતારામાં ન હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતના નામના બેંક ખાતાની વિગત માટે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક સાથે લાવવાનો રહેશે. ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરનાર ખેડૂતોની નોંધણી રદ કરવામાં આવશે અને તેમને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં.
ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદીના સમય અને સ્થળની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ કે ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બાદ જ જથ્થાની ખરીદી કરવામાં આવશે. નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો નિગમના હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ નો સંપર્ક કરી શકે છે. તેમ સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial