Advertisement
Author: નોબત સમાચાર

પેરાલિસીસનો ભોગ બનેલા વૃદ્ધનું બીડીના તણખાથી ખાટલો સળગતા દાઝવાથી મૃત્યુઃ શ્વાસ લેવામાં તકલીફ પડતા વૃદ્ધનું મોત

અવાચક બની ઢળી પડેલા રિક્ષા ડ્રાઈવર યુવાનનું નિપજ્યું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના ગોકુલનગર નજીક જકાતનાકા પાસે વિજયનગરમાં રહેતા એક વૃદ્ધને પક્ષઘાતનો હુમલો આવી જતાં તેઓનું અડધુ શરીર કામ કરતું ન હતું. આ વૃદ્ધ ખાટલા પર સૂતા સૂતા બીડી પીતા હતા ત્યારે બીડીમાંથી ખરેલો તણખો ખાટલાને સળગાવી ગયો હતો. આ દુર્ઘટનામાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે વલ્લભનગરમાં શ્વાસ લેવામાં તકલીફ પડવાથી એક વૃદ્ધનું મૃત્યુ થયું છે અને હનુમાન ટેકરીમાં અવાચક બની ઢળી પડેલા એક યુવાનને ૧૦૮ના સ્ટાફે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે ત્રણેય બનાવની તપાસ શરૂ કરી છે.

જામનગરના ઈન્દિરા માર્ગ પર આવેલા ગોકુલનગર નજીકના જકાતનાકા પાસે વિજયનગરની શેરી નં.૩માં રહેતા પરબતભાઈ રાજાભાઈ ગોજીયા નામના પાંસઠ વર્ષના વૃદ્ધ ગઈ તા.ર૧ની બપોરે પોતાના ઘરે હતા. અગાઉ આ વૃદ્ધને પેરાલિસીસનો હુમલો આવી ગયો હોવાથી તેઓનું અડધુ શરીર કામ કરતું ન હતું. આ વૃદ્ધ પોતાના ઘરે ખાટલામાં સૂતા સૂતા બીડી પી રહ્યા હતા. ત્યારે બીડીમાંથી ખરેલો તણખો ખાટલામાં ગોદડા પર પડ્યા પછી ગોદડુ અને ખાટલો સળગી ઉઠ્યા હતા અને પરબતભાઈ દાઝી ગયા હતા.

આ વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર દિનેશભાઈ ગોજીયાએ પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના શંકરટેકરી નજીકના વલ્લભનગરમાં રહેતા નાનજીભાઈ શામજીભાઈ પરમાર નામના સિત્તેર વર્ષના વૃદ્ધ ગયા ગુરૂવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા પરિવારજનોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર મકનભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા મંદિર પાસે રહેતા રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા વીરાભાઈ આલાભાઈ મકવાણા (ઉ.વ.૪૦) નામના યુવાન ગયા મંગળવારે બપોરે પોતાના ઘરમાં હતા ત્યારે કોઈ રીતે જમીન પર ફસડાઈ પડ્યા હતા.

આ વેળાએ ઘરમાં હાજર તેમના નાનાભાઈ પુંજાભાઈ મકવાણાએ વીરાભાઈને બોલાવતા તેઓ અવાચક હોવાનું જણાઈ આવ્યું હતું તેથી ૧૦૮ મારફતે વીરાભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરાઈ હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે ચકાસ્યા પછી આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે પુંજાભાઈ મકવાણાનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh