Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અઠવાડિયે બે દિવસ નવા જીએસટીની બાયોમેટ્રિક્સ સુવિધા થતા વેપારી વર્ગ ખુશખુશાલ

નગરના ઉદ્યોગકારોની રજૂઆત ફળી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: નવા જીએસટી નંબર મેળવવા માટેની બાયોમેટ્રિક્સ સુવિધા જામનગરમાં શરૂ કરવાની જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસો., જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ને કરેલી રજૂઆતને સફળતા મળી છે.

નવા જીએસટી નંબર મેળવવા ઈચછતા લોકો માટે બાયોમેટ્રિક્સ કરાવવું ફરજિયાત કરેલ હોય, અને ગુજરાત રાજ્યમાં જૂનાગઢની સંયુક્ત રાજ્ય કર કમિશનર કચેરીને જામનગર જિલ્લા માટે અધિકૃત કરેલ જેથી જામનગર શહેર તથા આસપાસના વ્યાપારી/ઉદ્યોગકારો કે જેઓને નવા જીએસટી નંબર મેળવવા હોય તેઓને બાયોમેટ્રિક્સ માટે જામનગરથી આશરે ૧૩પ કિ.મી. દૂર આવેલ જૂનાગઢ જવું પડતું હતું જેનાથી વ્યાપારી/ઉદ્યોગકારોને ખૂબ જ હેરાનગતી થતી હતી.

'બ્રાસસિટી' જામનગરમાં આશરે ૭૦૦૦ કરતા પણ વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે તથા ખૂબ જ મોટી સંખ્યામાં વ્યાપારીઓ/કરદાતાઓ આવેલા છે ત્યારે વ્યાપાર/ઉદ્યોગકારોને નવા જીએસટી નંબર લેવામાં પડતી અગવડતા નિવારવા માટે જામનગરમાં બાયોમેટ્રિક્સ સેન્ટર શરૂ કરવા બાબતે રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા આર. જાડેજા, જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો, સરકારનો કરદાતાલક્ષી અભિગમ તથા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસો., જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. સહિતની અગ્રગણ્ય સંસ્થાઓની અસરકારક રજૂઆત બાયોમેટ્રિક્સની સુવિધા દર ગુરુવાર તથા શુક્રવારે ચાલુ કરવામાં આવનાર છે. આમ ઘણાં સમયથી પડતર માગણીનો સ્વીકાર કરવામાં આવેલ હોય, નવા જીએસટી નંબર મેળવવા ઈચ્છતા વ્યાપારી/ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીનો અંત આવેલ છે તેમ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિશેનના માનદ્મંત્રી મેહુલભાઈ જોબનપુત્રાની યાદીમાં જણાવ્યું છેે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh