Advertisement
Author: નોબત સમાચાર

અખંડ રામચરિત માનસની ચોપાઈના અનુષ્ઠાનનો ૩૪મા વર્ષમાં મંગલ પ્રવેશ

જામનગર જિલ્લાના જોડિયાધામમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગર જિલ્લાના જોડિયાધામમાં પ.પૂ.શ્રી વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ- શ્રી ગીતા વિદ્યાલય ધર્મક્ષેત્ર-માનસ મંદિરમાં શ્રી ગીતા વિદ્યાલયના સંસ્થાપક પ.પૂ.શ્રી વિરાગમુનિજીએ પ.પૂ. મોરારિબાપુના શુભ આશિષથી આ ભૂમિમાં એવમ વિશ્વ કલ્યાણ અર્થે હરી પ્રશ્નાતાર્થે પૂજ્ય શ્રી વિરાગમુનિજીની શુભ પ્રેરણાથી તા. ૨૯-૧-૯૩ના અખંડ શ્રી રામચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન શરૂ કરાવેલ હતા. જે સતત ૩૩ વર્ષોથી ચોવીસ કલાક શ્રી રામાયણના ચોપાઈના પાઠ અનુષ્ઠાન સાથે ગીતા વિદ્યાલયના બાળકો, સાધક ભાવિક ભક્તજનો આ કલિયુગ પર્વમાં કરીને તન-મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.

આ પર્વ નિમિત્તે તા. ૨૮-૧-૨૬ના સવારે ૬ વાગ્યાથી પ્રસંગનો પ્રારંભ થશે. તા. ૨૯-૧-૨૬ના સાંજે ૭ વાગ્યા સુધી અખંડ રામચરિત માનસની પ્રત્યેક ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞ યોજાશે. અખંડ રામાયણના ૭૦૧૦૩ પાઠ અને ૧૨૦૫૪ દિવસ પૂર્ણ થશે. આવતીકાલે તા. ૨૯-૧-૨૬ના સાંજે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh