Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડના સ્ટાફે મૃતદેહ બહાર કાઢ્યોઃ
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી નજીકના લહેર તળાવમાં આજે સવારે એક વૃદ્ધ પડી ગયા હોવાની જાણકારી ફાયરબ્રિગેડને મળતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ત્યાં ધસી ગયો હતો. આ સ્થળે ભાવિન શાહ નામના યુવાન હાજર હતા. તેઓએ તળાવના કાંઠે પડેલુ જીજે-૧૦-ડીપી ૪૫ નંબરનું ઈલેકટ્રીક સ્કૂટર પોતાના મામા ભરતભાઈ નાથાલાલ શાહ (ઉ.વ.૬૩)નું હોવાનું જણાવ્યું હતું. આ વૃદ્ધ તળાવમાં પડી ગયા હોવાની શંકાથી ફાયરના જવાનોએ એકાદ કલાક સુધી તળાવનું પાણી ફંફોળતા તેમાંથી ભરતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. સરૂ સેક્શન રોડ પર અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા આ વૃદ્ધનો મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યો છે. તેમના ખિસ્સામાંથી કેટલીક રોકડ, બે મોબાઈલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial