Advertisement
Author: નોબત સમાચાર

આંગણવાડી બહેનોને ટ્રાન્સપોર્ટ ખર્ચ ચૂકવાશે

ભારતીય મઝદૂર સંઘની રજૂઆત ફળીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: ગુજરાતમાં આંગણવાડી બહેનોને નાના બાળકોના દરરોજના નાસ્તા, ભોજન માટે જરૂરી અનાજનો જથ્થો સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી લાવવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ ભોગવવો પડતો હતો. આથી ભારતીય મઝદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, બાળ વિકાસ મંત્રીને રેલી યોજી આવેદનપત્ર અપાયું હતું.

ભારતીય મઝદૂર સંઘની વારંવારની રજૂઆત/ માગણીને ધ્યાને લઈ તાજેતરમાં જ સરકારે આંગણવાડી બહેનોને માસિક રૂ।.૨૦૦ (વાર્ષિક રૂ।.૨૪૦૦ની મર્યાદામાં) ટ્રાન્સપોર્ટ ખર્ચ ચૂકવવાનો હુકમ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh