Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધરાર પ્રેમસંબંધના મામલે હત્યા કરાયાની સેવાઈ આશંકાઃ
જામનગર તા. ૨: ખંભાળિયા નજીકના રામનગરમાં ગુંદમોરા સીમ વિસ્તારમાં રહેતા એક સતવારા યુવાન પોતાના ઘરેથી લાપત્તા થયાની પોલીસમાં તેમના પરિવારે જાણ કર્યા પછી આ યુવાનની કરાઈ રહેલી શોધમાં ગઈકાલે સવારે આ યુવાનનો મૃતદેહ તેના કાકાના ઘરમાં પિતરાઈ બહેનોના ઓરડામાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો છે. આ યુવાનની બે યુવતી તથા તેના પિતાએ મોતને ઘાટ ઉતારી દીધાની મૃતકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કોઈ પ્રેમ પ્રકરણ કે તેવું કારણ હત્યા પાછળ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બંને યુવતીઓની અટકાયત કરી પૂછપરછ આદરી છે.
ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલા ગુદમોરા સીમ વિસ્તારમાં વસવાટ કરતા જશવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા નામના સતવારા યુવાનનો ગઈકાલે સવારે તેમના કાકા રવજીભાઈ ભાણાભાઈ ચોપડાના રહેણાંક મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગે પોલીસને જાણ કરાતા દોડી ગયેલી ખંભાળિયા પોલીસને મૃતદેહના માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં તિક્ષણ હથિયારોના ઘા જોવા મળ્યા હતા. તેથી પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી નિવેદનો નોંધવાનું શરૂ કર્યું હતું.
તે દરમિયાન આગળ વધેલી તપાસમાં રવજીભાઈના પુત્રી કિરણબેન તથા કાજલબેન ચોપડાના ઓરડામાંથી આ મૃતદેહ મળ્યો હોવાના કારણે પોલીસે તે દિશામાં પણ તપાસ કરતા ધરાર પ્રેમસંબંધના મામલે આ યુવાનની હત્યા થઈ હોવાની વિગતો બહાર આવી રહી છે. આ યુવાનને ગળાટૂંપો આપ્યા પછી માથામાં લોખંડની કોઈ વસ્તુ ફટકારતા તેનું મૃત્યુ નિપજ્યાનું જણાઈ આવ્યું છે.
મૃતક સતવારા યુવાનના પિતા અશ્વિનભાઈ સવજીભાઈ ચોપડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ પોતાના પિતરાઈ રવજી ભાણાભાઈ તથા તેની બે પુત્રી કાજલ અને કિરણે પોતાના પુત્ર જશવંત (ઉ.વ.રપ)ને મોતને ઘાટ ઉતારી દીધાનું જણાવ્યું છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવાન શનિવારથી તેમના પરિવારજનોને જોવા ન મળતા તેના ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. તેની કરાઈ રહેલી શોધખોળમાં રવજીભાઈના પુત્રીઓના ઓરડામાંથી ગઈકાલે જશવંતભાઈનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવાનના હજુ બે વર્ષ પહેલાં જ લગ્ન થયાનું જાણવા મળ્યું છે. ડીવાયએસપી વિસ્મય માનસેતાની સૂચનાથી તપાસ કરી રહેલા પીઆઈ એન.એચ. જોષીએ બંને બહેનો તથા તેના પિતા રવજીભાઈની ગઈ મોડીરાત્રે અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે.
હત્યાના આરોપમાં સંડોવાયેલી યુવતીઓ પોલીસની પરીક્ષામાં થઈ છે ઉત્તીર્ણઃ ભવિષ્ય અંધકારમય બન્યું...
ગુંદમોરા સીમ વિસ્તારમાં સતવારા યુવાન જશવંતભાઈ ચોપડાની થયેલી હત્યાના ગુન્હામાં મૃતકના પિતા અશ્વિનભાઈએ પોતાના પિતરાઈ રવજીભાઈ તથા તેની બે પુત્રી કાજલ અને કિરણ સામે શંકાની સોય તાણી છે ત્યારે સ્થળ પરથી જાણવા મળ્યા મુજબ આ બંને યુવતીઓએ તાજેતરમાં લેવાઈ રહેલી પોલીસ ભરતીની પરીક્ષામાં ભાગ લીધો હતો. આ બંને યુવતીઓએ તાજેતરમાં ગ્રાઉન્ડ પરીક્ષા પૂર્ણ કરી હતી અને તેમાં બંને યુવતી પાસ પણ થઈ ગઈ છે. આગામી મહિનાઓમાં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી પામનાર આ બંને યુવતી હાલમાં પોતાના જ કૌટુંબિક ભાઈના હત્યાના બનાવમાં સંડોવાઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial