Advertisement
Author: નોબત સમાચાર

પૂનમબેન માડમ સહિતના સાંસદોએ ન્યુયોર્કમાં પૂ. ગાંધીબાપુની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ

ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપના ડિરેક્ટર રિચર્ડ ગોવન સાથે ચર્ચા પણ થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર લોકસભાના લોકપ્રિય સંસદસભ્ય પૂનમબેન માડમ હાલ અમેરિકામાં યુનાઈટેડ નેશનની વૈશ્વિક પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્રના મથક ન્યુયોર્કમાં સાથે સાંસદો સાથે ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પૂ. ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા સહિતના વિચારો, આદર્શો અને જીવનદર્શન વૈશ્વિક શાંતિ અને સદ્ભાવ માટે આજે પણ સાંપ્રત હોવાનું સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપના ડિરેક્ટર રિચર્ડ ગોવન સાથે 'સંયુક્ત રાષ્ટ્રને ઉદ્દેશ્ય અનુસાર બનાવું' વિષય પર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સંસદસભ્ય પૂનમબેન માડમ, સહપ્રતિનિધિમંડળની સાર્થક અને વૈશ્વિક સ્તરની ચર્ચા થઈ હતી. આ પ્રસંગે સંસદસભ્ય પૂનમેબન માડમએ જણાવ્યું હતું કે, 'અમે બધા મળી વૈશ્વિક નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ર૦૪૭ ના લક્ષ્યોની સિદ્ધિ માટે આ 'સંયુક્ત રાષ્ટ્ર પરિષદ'માં ભારતના 'વિશ્વબંધુત્વ' અને 'સર્વજન હિતાય-સર્વજન સુખાય' સહિતના 'સૌના સાથ-પ્રગતિ અને મૂલ્યનિષ્ઠ પરિશ્રમ સાથેના શ્રેષ્ઠ અને ટકાઉ વિકાસ' સહિતની શ્રેષ્ઠ રજૂઆતને સાકાર કરવા પ્રયત્નશીલ રહીશું.'

યુનાઈટેડ નેશનમાં વર્તમાન પડકારો અને સમગ્રપણે વૈશ્વિક સ્થિતિઓનો સમાવેશ સહિતના મુદ્દાઓ ઉપર રસપ્રદ ગહન ચર્ચા થઈ હોવાનું પણ સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું. તેમ સાંસદના કાર્યાલયની યાદી જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh