Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાએ અહેવાલો નકાર્યા
વોશિંગ્ટન તા. ૧૦: પાકિસ્તાનને અમેરિકા તરફથી એએમઆરએએએમ મિસાઇલ મળવાની નથી. અમેરિકાએ એવા તમામ અહેવાલોને સદંતર નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહૃાો હતો કે પાકિસ્તાનને નવી એએમઆરએએએમ મિસાઇલો મળશે.
વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે મીડિયામાં એવી ખબરો ચાલી રહી છે કે અમેરિકા એઆઈએમ-૧૨૦ (એડવાન્સ મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઇલ) પાકિસ્તાનને આપવા જઈ રહૃાું છે, પરંતુ આ અહેવાલોમાં કોઈ સત્યતા નથી.
હવાથી હવામાં માર કરનારી અત્યંત ઘાતક મિસાઇલ છે. તાજેતરમાં એક અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા કે અમેરિકાના યુદ્ધ વિભાગ, જેને અગાઉ સંરક્ષણ વિભાગ કહેવાતું હતું તેના દ્વારા જાહેર કરાયેલા હથિયારોના એક કોન્ટ્રાક્ટમાં પાકિસ્તાનને એઆઈએમ-૧૨૦ એએમઆરએએએમના ખરીદદારોમાં સામેલ કરવામાં આવ્યું છે.
અમેરિકાના યુદ્ધ વિભાગના જણાવ્યા અનુસાર એએમઆરએએએમ બનાવતી કંપની રેથિયોનને મિસાઇલના સી૮ અને ડી૩ વેરિઅન્ટના ઉત્પાદન માટે *અગાઉ અપાયેલા કોન્ટ્રાક્ટ પર ૪૧.૬ મિલિયન અમેરિકી ડોલરથી વધુનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ સંશોધનમાં પાકિસ્તાનને વિદેશી સૈન્ય ખરીદદારોમાં સામેલ કરાયું હતું અને ત્યારબાદ કોન્ટ્રાક્ટનું કુલ મૂલ્ય ૨.૫૧ બિલિયન અમેરિકી ડોલરથી વધુ થઈ ગયું હતું.
જોકે, અમેરિકાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે હથિયારો અંગે તેમની કોઈ ડીલ થઈ નથી. અમેરિકાની એરફોર્સના મતે, એએમઆરએએએમ હવાથી હવામાં માર કરનારી ખૂબ જ ઘાતક મિસાઇલ છે. આ મિસાઇલ પોતાના ટાર્ગેટને ખતમ કરીને જ દમ લે છે. છૈંસ્-૧૨૦ ને હૃાુજીસ એરક્રાફ્ટ કંપની અને રેથિયોન કંપની મળીને બનાવે છે. આ મિસાઇલની લંબાઈ ૧૪૩.૯ ઇંચ (૩૬૬ સેન્ટિમીટર) છે અને લોન્ચ કરતી વખતે તેનું વજન ૧૫૦.૭૫ કિલોગ્રામ હોય છે. તે હવાથી હવામાં ૨૦ માઇલ સુધી માર કરવાની ક્ષમતા ધરાવે છે.
આ મિસાઇલ સુપરસોનિક સ્પીડથી ટાર્ગેટ તરફ આગળ વધે છે અને પલક ઝપકતામાં પોતાનું કામ કરી દે છે. તેમાં ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે એક્ટિવ રડાર ટર્મિનલ અથવા ઇનર્શિયલ મિડકોર્સ લાગેલા હોય છે. આનું શરૂઆતી વર્ઝન સપ્ટેમ્બર ૧૯૯૧થી જ અમેરિકી સેના દ્વારા ઉપયોગમાં લેવાઈ રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial