Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોને બેંક યોજનાઓથી માહિતગાર કરાયાઃ
જામનગર તા. ૧૦: લાલપુર તાલુકાના ખાયડી ગામે લોકોને વિવિધ બેંક યોજનાઓથી માહિતગાર કરવા જાગૃતિ કેમ્પ યોજાયો હતો, જેમાં ગ્રામજનોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જન ધન યોજના જેવી મહત્ત્વપૂર્ણ યોજનાઓ વિશે માહિતી અપાઈ હતી.
નાગરિકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવાના હેતુથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લીડ બેંક જામનગર દ્વારા લાલપુર તાલુકાના ખાયડી ગામે એક મેગા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા-લાલપુર અને ગુજરાત ગ્રામીણ બેંક-લાલપુરના સહયોગથી ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ખાયડી ગામના સરપંચ રાજશીભાઈ ગાગિયાના પ્રયત્નોથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જન ધન યોજના જેવી મહત્ત્વપૂર્ણ યોજનાઓ વિશે સરળ ભાષામાં સમજુતિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના એસબીઆઈ લીડ બેંક મેનેજર પ્રદીપભાઈ પટેલ, આરબીઆઈના નાણાકીય સાક્ષરતા કાઉન્સિલર જગદીશભાઈ ખોખર, એસબીઆઈ મેનેજર એફઆઈ રાજેશભાઈ ભટ્ટ, એસબીઆઈ લાલપુરના બ્રાન્ચ મેનેજર અમરેશ કુમાર, ગુજરાત ગ્રામીણ બેંક લાલપુરના મેનેજર દિગ્વિજયસિંહ સોઢા, એસબીઆઈ આરએસઈટીઆઈના ફેકલ્ટી યોગેશભાઈ ગજરા, અને આરોહ ફાઉન્ડેશનના વિજયસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ મગા કેમ્પનો મુખ્ય હેતુ ગામડાના લોકોને બેન્કીંગ સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, જેથી તેઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial