Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય આશ્રમમાં શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો આજથી પ્રારંભ

બ્રહ્મચારી નારાયણાનંદજી કથામૃતનું પાન કરાવશેઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૮: પશ્ચિમ ભારતના છેવાડે યાત્રાધામ દ્વારકામાં આવેલ શારદામઠના શંકરાચાર્ય આશ્રમમાં તા. ૮-૪-ર૦ર૬ થી તા. ૧૪-૪-ર૦ર૬ સુધી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.

શારદામઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના આશીર્વાદથી તેમના પરમિશષ્ય બ્રહ્મચારી નારાયણનંદજી વ્યાસપીઠ પર બિરાજમાન થઈ તેમની આગવી શૈલીમાં ભક્તોને કથામૃતનું રસપાન કરાવશે.

આજથી એક સપ્તાહ સુધી દરરોજ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી યોજાનાર ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો બહોળી સંખ્યામાં સનાતનધર્માનુરાગી અને ધર્મપ્રેમી માવિકો લાભ લેશે. આ પહેલા સવારે ૧૦ કલાકે પોથી યાત્રા તેમજ કળશ યાત્રા યોજાશે. ૧૪ એપ્રિલે કથા વિરામ થશે. ૧પ એપ્રિલના સવારે ૮ વાગ્યાથી ગીતા પાઠ, હવન તથા બ્રહ્મભોજનનું પણ આયોજન કરાયું છે. દ્વારકાની પવિત્ર ભૂમિ પર યોજાનારા આધ્યાત્મિક મહોત્સવમાં જોડાવવા શારદાપીઠ પરિવાર દ્વારા ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh