Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષાતમાં મેનેટરી પોલિસી કમિટી મળી
મુંબઈ તા. ૮: મિડલ ઈસ્ટમાં સીઝફાયર વચ્ચે આરબીઆઈનો મહત્ત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે અને રેપોરેટમાં કોઈ ફેરફાર કરાયો નથી.
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ ર૦ર૬-ર૭ ની પ્રથમ બેઠકમાં રેપોરેટ પ.રપ ટકા પર યથાવત્ રાખવાનો અને પોલિસીનું વલણ ન્યટ્રલ રાખવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા નિર્ણય લેવાયો છે, ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે.
આ દરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ 'વેઈટ એન્ડ વોચ' (થોભો અને રાહ જુઓ) ની નીતિ અપનાવી છે.
આ નિર્ણયની સીધી અસર હેઠળ હોમલોન કે કાર લોનના ઈએમઆઈ હાલમાં વધશે નહીં અને બજારમાં વ્યાજ દરો સ્થિર રહેશે.
રિઝર્વ બેંકના ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપોરેટને પ.રપ ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઊભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા અને વિકાસ દર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, રેપોરેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બેંકો લોન પરના વ્યાજદર નક્કી કરે છે.
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ રેપોરેટમાં ઘટાડો થવાના સંકેત આપ્યા હતાં, પરંતુ ગવર્નરના આ નિર્ણયથી દેશના કરોડો લોનધારકો અને ઘર ખરીદનારાઓને નિરાશા સાંપડી છે. રેપોરેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ લોન અને ઓટો લોનની ઈએમઆઈમાં પણ કોઈ ઘટાડો થશે નહીં અને તે પહેલાની જેમ જ યથાવત્ રહેશે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના ખિસ્સા પરનો બોજ હળવો થવાની આશા હાલ પૂરતી ઠગારી નિવડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial