Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ૦ થી પપ કિ.મી.
જામનગર તા. ૮: જામનગરમાં પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ પ૦ થી પપ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા ગતિમાન પવનના પગલે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ અડધો ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતં. ગરમીમાં ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી હતી.
જામનગરમાં વાદળોના આંટાફેરા અને માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને છેલ્લા બે દિવસની પવનની ગતિમાં વધારો થયો છે. આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ પ૦ થી પપ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા ગતિમાન પવનના કારણે રાહદારીઓ તથા ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધૂળ ઊડતા ગૃહિણીઓને ઘરની વધારા વખત સફાઈ કરવાની ફરજ પડી હતી. ગઈકાલે સાંજથી આજે વહેલી સવાર સુધી ઠંડક અનુભવાઈ હતી.
નગરમાં બુધવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વધુ અડધો ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી અને બેે ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૩ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા ઘટીને ૬૮ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial