Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માતઃ
દાહોદ નજીક શનિવારે એક ટ્રકચાલકે હડફેટે લેતા જામનગરના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જામનગરથી પાંચ મિત્રો ઉજ્જૈનમાં મહાકાલના દર્શને ગયા હતા અને પરત ફરતા સમયે આ અકસ્માત નડ્યો હતો. જામનગરમાં સાધના કોલોનીમાં રહેતા મીત સુરેશભાઈ પહેલાજાણી (ઉ.વ.રર), કમલેશ હજાણી વગેરે પાંચ મિત્રો જામનગરથી કાર લઈને ઉજ્જૈન મહાકાલના દર્શને ગયા હતા અને ત્યાંથી જામનગર પરત ફરી રહ્યા હતા ત્યારે દાહોદ નજીક વહેલી સવારે તેમની કારમાં પંક્ચર પડ્યું હતું આથી મીત અને કમલેશ કારમાંથી નીચે ઉતરતા જ તે સમયે પુરપાટ વેગે આવી રહેલા એક ટ્રક ચાલકે બંને યુવાનોને હડફેટે ચડાવ્યા હતા જેમાં મીતનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કમલેશને થોડી ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર આપવાની જરૂર પડી હતી. આ બનાવની જાણ થતાં જ જામનગરના સિંધી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial