Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શિક્ષણ સમિતિ એટલે છબરડાનું કારખાનું મહેકમ ફાળવણીમાં અણધડ રીતે કરાઈ ફાળવણી

આવા વહીવટદારો પાસે બાળકના શિક્ષણની શું આશા ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર શહેરના પ્રાથમિક શિક્ષણની જવાબદારી જેના શિરે છે તેવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છેલ્લા થોડા વર્ષોથી તેની કાર્યશૈલી અને છબરડાઓના લઈને વારંવાર વિવાદોમાં રહેતી આવી છે. અને સતત વર્તમાનપત્રોમાં ચમકવા છતાં તેની કાર્ય પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી. આનું વધુ એક ઉદાહરણ સમિતિ દ્વારા તા. ૨૩/૮/૨૦૨૫ એ શાળાઓના મહેકમ ફાળવણી ના પત્ર માં કર્યો.

સરકારની નીતિ અનુસાર તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૧ જુલાઈ એ નોંધાયેલ વિદ્યાર્થીઓ ની સંખ્યા મુજબ મહેકમના નિયમો અનુસાર દર વર્ષે શાળાનું મહેકમ નિયત કરવામાં આવે છે.

આ કાર્ય પ્રણાલિકા મુજબ સમિતિની ૪૫ ગુજરાતી માધ્યમની અને ૨ અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે ૩૧ જુલાઈની સ્થિતિએ શાળામાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર નોંધાયેલ સંખ્યા મુજબ મહેકમની ફાળવણી માટે સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેના પર થી પ્રાથમિક શિક્ષણ નિયામક, ગાંધીનગરની કચેરી ના તા. ૧૯/૮/૨૫ના પત્ર થી સમિતિ ની તમામ શાળાઓનું શાળાદીઠ મળવાપાત્ર શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું. વડી કચેરી દ્વારા મંજૂર કરવામાં આવેલ આ મહેકમની શિક્ષણ સમિતિએ તા. ૨૩/૮/૨૫એ શાળાઓને પત્ર કરી મંજૂર મહેકમની જાણ કરી હતી.

સૌ પ્રથમ તા. ૨૩.૮.૨૫ ના રોજ બપોરે આશરે એક વાગ્યા આસપાસ શાળાઓને મેઈલ મારફત મહેકમ ફાળવણીનું પત્રક મોકલવામાં આવેલ તેમાં આશરે બસ્સો જેટલી સંખ્યા ધરાવતી શાળા નંબર ૬ માં કુલ ૨૧  શિક્ષકો ફાળવવામાં આવતાં શાળાઓમાં દેકારો બોલી ગયો હતો. એની સામે લગભગ છસ્સો વિદ્યાર્થીઓ ધરાવતી આ વર્ષે  રડાર રોડ પર નવી શરૂ થયેલ શાળા નંબર ૭ માં માત્ર ૭ શિક્ષકો ફાળવેલ હતા.

મહેકમ ફાળવણી શિક્ષકોની સંખ્યા નિયત કરવાનો આધાર હોય અને બે શાળાઓમાં આટલો મોટો તફાવત હોવાથી શિક્ષકોમાં તરેહ તરહની વાતો થવાની શરૂઆત થઈ હતી. બાદમાં સમિતિને પોતાના છબરડા વિષે ધ્યાન ગયું હોય કે અન્ય કોઈ કારણ હોય બપોરે અંદાજે ત્રણ વાગ્યા આસપાસ સુધારેલ પત્રક મેઈલ કરવામાં આવ્યુ હતું. તે પર થી શાળા નંબર ૬ અને  શાળા નંબર ૭ નું મહેકમ પહેલાં મોકલવેલ પત્રકમાં અદલબદલ થઈ ગયું હશે તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે.

વધુમાં મહેકમ ફાળવણીના પત્રકમાં પહેલી વખત ક્ષતિ વાળા પત્રકમાં સક્ષમ અધિકારીએ સહી કરેલ છે. પરંતુ સુધારેલ પત્રકમાં સક્ષમ અધિકારીની સહી નથી. એટલે આ છબરડાની  સક્ષમ અધિકારીને જાણ છે કે કેમ તે પ્રશ્ન પણ સ્વાભાવિક ઉપસ્થિત થાય. વધુમાં અધિકારીની સહી વિનાના પત્રની વિશ્વસનિયતા સરકારી વ્યવસ્થામાં અનિવાર્ય હોય ત્યારે આવા છબરડા કોઈ હેતુપૂર્વક કરવામાં આવે છે કે અણઆવડતનું પરિણામ છે તે તપાસનો વિષય છે.    

આ ઉપરાંત શાળા નંબર ૧૮ના શિક્ષક રામગોપાલ મિશ્રાને તા. ૯.૬.૨૫ ના આદેશ થી ફરજમોકૂફ કરેલ અને તા.૮.૭.૨૫ના પત્રથી ફરજમોકૂફી રદ કરેલ તે પ્રકરણમાં તા. ૧૪/૮/૨૫  એ સમિતિએ કચેરી આદેશ કરેલ તે આદેશ પણ બે વખત કરવો પડેલ. પ્રથમ વખત થયેલ આદેશમાં ત્રીજી લીટીમાં મિશ્રાના બદલે વરમોરા નો ઉલ્લેખ કરવામાં આવેલ. તે બેદરકારી પણ બાદમાં ધ્યાને આવેલ હશે જેથી ફરી સુધારી બીજો આદેશ કરેલ. તેમજ બંને આદેશમાં જાવક નંબર સમાન ઉલ્લેખિત છે.

આ ઉપરાંત તા.૨૩/૮/૨૫ના સમિતિએ ગૂગલ લિન્ક મારફત વિદ્યાર્થીઓના ઈ કેવાયસી  બાબતે આંકડાકીય માહિતી માંગેલ જેમાં 'આ માહિતી  કલેક્ટર ની કચેરી દ્વારા મંગાવેલ હોય, જેથી આચાર્ય એ ઈ કેવાયસી અંગેની માહિતી ચોકસાઇ તથા ગંભીરતાપૂર્વક ભરવાની રહેશે.' તેમ આદેશ કરેલ આ લિંકમાં પ્રથમ ઈ કેવાયસી ન થવાના ૩ કારણ ઉલ્લેખિત હતાં. જે થોડીવારમા લિન્ક એડિટ કરી વધુ બે કારણ ઉમેરી પાંચ કારણનો ઉલ્લેખ કર્યો. આ ફેરફારની શાળાને કોઈ જાણ ન હોવાથી ત્રણ કારણ  મુજબની માહિતી તૈયાર કરી ત્યાં ફરી પાંચ કારણ મુજબની માહિતી તૈયાર કરવાની શાળાને ફરજ પડેલ.

તા. ૨૩/૮/૨૫ના સમિતિ દ્વારા વધ-ઘટ કેમ્પ માટે થયેલ પરિપત્ર મુજબ ૩૧/૭/૨૫ની સ્થિતિએ સમિતિમાં જુદી જુદી શાળાઓમાં ઓછામાં ઓછા ૧૮ શિક્ષકો વધ હતાં તેવું પુરવાર થાય છે. તા. ૯/૬/૨૫થી સમિતિની રડાર રોડ પર નવી શાળા શાળા નંબર  ૭ શરૂ કરી ત્યારે આ વધ શિક્ષકોને મૂકવાના બદલે અન્ય શાળામાંથી ઉપાડી શાળા નંબર ૭ માં મુકાયા જેથી મોટા ભાગના શાળા નંબર ૭ માં મુકાયેલ શિક્ષકોની મૂળ શાળામાં વિધ્યાર્થીઓનું શિક્ષણ બગડયું તો સામે વધમાં રહેલ આ શિક્ષકો કામ વિના પગાર મેળવતા રહૃાા. આમ ગેરવહીવટની વધુ હકીકત સામે આવી છે. તેમજ વધ શિક્ષકોને શાળા નંબર ૭ માં મૂકવાના બદલે જે શાળામાં વધ નહોતી તેવી શાળાઓમાંથી શાળા નંબર ૭ માં મૂકવાની જીદ પાછળ શાસકોનો હેતુ જાણકારોની સમજ બહાર છે.

તે જ રીતે થોડાં દિવસો પહેલાં શાળા નંબર ૨૯ના ત્રણ શિક્ષકોની સજા સાથે બદલી કરવામાં આવી તેમાં ભાષા શિક્ષક પ્રીતિબેન ડાભીને શાળા નંબર ૩૮માં મૂકવામાં આવ્યા જ્યારે શાળા નંબર ૩૮ માં ભાષા શિક્ષક ની જગ્યા ખાલી ન હોતી તો તેની સામે શાળા નંબર ૧ અને ૭ માં ભાષા વિષય શિક્ષકની ખાલી જગ્યા હોવા છતાં ત્યાં નહીં મૂકી અગમ્ય કારણસર શાળા નંબર ૩૮ માં ઓવર સેટ અપ ઊભું કર્યું .

તે જ રીતે તા.  ૨૩/૮/૨૫ના સમિતિ દ્વારા વધ-ઘટ કેમ્પ માટે થયેલ પરિપત્ર પણ સૌપ્રથમ વખત બપોરે સવા ત્રણ આસપાસ અને બીજી વખત સાંજે સાડા છ આસપાસ એમ બે વખત મેઈલ કરવામાં આવ્યો. બંને પરિપત્ર સમાન હોય બે વખત શા માટે કરવામાં આવ્યા તે શાળાએ શોધવાનું હોય. જે બંને પરિપત્ર સરખાવી પ્રથમ વખત મોકલેલ પરિપત્રમાં પાના નંબર ૨ ન હોવાથી તે ઉમેરી ફરી આખો પરિપત્ર મોકલ્યો. જો કે  છબરડાઓની શૃંખલા પછી પણ શાળાને સમિતિની બેદરકારીને લીધે હેરાન ન થવું પડે તેમ વિચારી બીજી વખત પરિપત્ર મોકલવાનું કારણ કે લિંકમાં પ્રશ્નો ઉમેરવાની જાણ વગેરે નહીં કરી સતત બેજવાબદારી દાખવવાથી શિક્ષકો ત્રાહિમામ પોકારી ગયા છે અને સુશાસનની રાહ જોઈ રહૃાા છે.

સમિતિના મોટાભાગના કર્મચારીઓમાં ક્યાંક વહીવટી કુશળતા તો ક્યાંક ઈચ્છાશક્તિના અભાવનું આ પરિણામ હોય તેવું સ્પષ્ટ જણાઈ રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh