Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૭૮,૮૭૦ની રોકડ રકમ સાથે
જામનગર તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે અલગ અલગ પાંચ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડ્યા હતા. કુલ ૧૮ વ્યક્તિને રૂ. ૭૮,૮૭૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયાના ટાઉન હોલ પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાનાથી જુગાર રમી રહેલા મહેશ ભવાનભાઈ ઢાકેચા, રાજેશ રવજીભાઈ વાઘેલાને રૂ. ૩ હજારની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના દખણાદાબારામાં રહેતા નિર્મળસિંહ કનુભા જાડેજાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો. આ સમયે જુગાર રમી રહેલા નિર્મળસિંહ કનુભા જાડેજા, કનકસિંહ જેલમજી જાડેજા, દશરથસિંહ ઉમેદસિંહ જાડેજા, ખેંગારજી ભીખુભા જાડેજા, રવિરાજસિંહ દોલુભા જાડેજા, વિજયસિંહ કેશરજી જાડેજા અને મહાવીરસિંહ લધુભા જાડેજાને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ. ૭૧૨૦૦ની રોકડ રકમ કબજે કરી હતી.
કલ્યાણપુર તાલુકાના દુધીયા ગામમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા કિશન વજશીભાઈ વરૂ અને મેરામણભાઈ કરશનભાઈ વરૂને રૂ. ૧૩૮૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
કલ્યાણપુરના ભોગાત ગામના જુગાર રમતા હસમુખગર જીવણગર રામદત્તી, જયરાજ ભીમાભાઈ બુધીયાને રૂ. ૮૧૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં હનુમાન ધાર પ્રા.શાળા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જેસાભાઈ લાખાભાઈ વાઘેલા, જય જેસાભાઈ વાઘેલા, બાબુભાઈ હીરાભાઈ વાઘેલાને રૂ. ૨૪૮૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial