Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદીના હસ્તે બહુચરાજીમાં ઈ-વિટારા કારનું લોન્ચીંગ

મારૂતિ સુઝુકીની પહેલી ઈલેકટ્રીક કારની જાપાન સહિત ૧૦૦ દેશોમાં કરાશે નિકાસ

                                                                                                                                                                                                      

બહુચરાજી તા.૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુચરાજીમાં લોન્ચ કરી મારૂતિ સુઝુકીની પ્રથમ ઈલેકિટ્રક કાર ઈ-વિટારા અને હાંસલપુર સ્થિત બેટરી પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોતાના પ્રવાસના બીજા દિવસે બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર મારૂતિ ઈ-વિટારાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના નવા બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. અને પ્રાસંગિક ઉદ્બોધન કરી ઈ-વ્હીકલ ક્ષેત્રે ગુજરાત સહિત ભારતની પ્રગતિ યાત્રા વર્ણવી હતી. આ કાર અને બેટરી પ્લાન્ટ ભારતના ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રને એક નવી દિશા આપશે. મારૂતિ એ- વિટારા ભારતમાં સંપૂર્ણપણે નિર્મિત પ્રથમ ઈલેક્ટ્રિક કાર છે. આ કાર જાપાન સહિત ૧૦૦થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે 'મેક ઇન ઇન્ડિયા' પહેલની વૈશ્વિક સફળતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતને ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.

નવા બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં લિથિયમ-આયન બેટરીના હાઇબ્રિડ ઈલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરુ થશે. આ પગલું ભારતની બેટરી ઈકોસિસ્ટમને નવો તબક્કો આપશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, જે સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે આ પગલું ઔદ્યોગિક વિકાસનો નવો દોર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

વડાપ્રધાનનો આ ગુજરાત પ્રવાસ રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે. આ પગલું વડાપ્રધાનના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' વિઝનને વધુ મજબૂત બનાવે છે.

ઉલ્લેખનિય છે કે જાન્યુઆરીમાં મારૂતિ સુઝુકીએ ઈન્ડિયા ગ્લોબલ મોબિલિટી એકસપો ૨૦૨૫માં એની પહેલી ઈલેકિટ્રક કાર ઈ-વિટારા રજૂ કરી હતી. મારૂતિએ આ કારને બે બેટરી પેક વિકલ્પો સાથે રજુ કરી હતી.

ભારતમાં નિર્મિત મારૂતિ સુઝુકીની આ પહેલી ઈલેકિટ્રક કાર જાપાન સહિત ૧૦૦થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં ૫૦૦ કિલો મીટર ચાલશે. ઓટો મોબાઈલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે.

માંડલ-બેચરાજી હવે ભારતનું સૌથી મોટું ઓટો મોબાઈલ હબ

ગુજરાત સરકારે ૪૪ ગામ, ૫૦,૮૮૪ હેકટરમાં માંડલ-બેચરાજીની જાહેરાત વર્ષ ૨૦૧૨માં કરી હતી. એમબીસર હવે ભારતનું સૌથી મોટું ઓટો મોબાઈલ હબ બની રહ્યું છે. જેમાં મુખ્યત્વે ઓટોમોબાઈલ, મેન્યુફેકચરિંગ અને આનુષંગિક ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત છે. એનો વિકાસ તબકકાવાર થયો છે. અહીં મારૂતિ સુઝુકી, હોન્ડા (ટૂ-વ્હીલર્સ), ફોર્ડ, એસએઆઈસી, ટાટા મોટર્સ જેવી કંપનીઓ કાર્યરત છે. ૨૦૨૫ સુધીમાં રૂ.  ૧૨,૦૦૦ કરોડનું રોકાણ આવ્યું છે. વાર્ષિક ૧૦ લાખથી વધુ કારોનું ઉત્પાદન થાય છે, જે આગામી પાંચ વર્ષમાં ૨૫ લાખ સુધી વધવાની અપેક્ષા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh