Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્લોબલ કોર્પોરેટ જાયન્ટ્સની યાદી મુજબ
મુંબઈ તા. ર૮: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧૧૮ અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની રપ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.
ભારતની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧૧૮ અબજ ડોલરની નેટવર્થ સાથે રિફાઈનિંગથી માંડી રિટેલ બિઝનેસ ધરાવતી રિલાયન્સ વૈશ્વિક સ્તરે ટોચની ર૧ મી કંપની બની છે. સાઉદ્દી અરામ્કો ૪૪૦ અબજ ડોલરેટવર્થ સાથે વૈશ્વિક સ્તરે પ્રથમ કંપની છે. ગુગલની આલ્ફાબેટ ૩૪પ અબજ ડોલર સાથે બીજા ક્રમે, માઈક્રોસોફ્ટ ૩૦૩ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગ્લોબલ કોર્પોરેટ જાયન્ટ્સની યાદીમાં એનર્જી સેક્ટરની આઠ કંપનીઓ સામેલ થઈ છે. જે સેક્ટરમાં કમાણી થઈ રહી હોવાનો સંકેત આપે છે. કોમ્યુનિકેશન સર્વિસિઝ અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સેક્ટરની પણ પાંચ અને ચાર કંપનીઓ સામેલ છે. નોંધનિય છે. આ યાદીમાંથી ફાઈનાન્સિયલ સેક્ટરની કંપનીઓ બહાર થઈ છે. કંપનીની નેટવર્થના આધારે ગ્લોબલ કોર્પોરેટ જાયન્ટ્સમાં સ્થાન આપવામાં આવે છે, જે કંપનીની નાણાકીય તાકાત દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial