Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે સ્થાનિક કાર્યકરો, હોદ્દેદારો સાથે બેઠકોનો દોર

કોંગ્રેસનું 'સંગઠન સૃજન અભિયાન'

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: અમદાવાદમાં કોંગ્રેસના યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા અધ્યક્ષ ખડગેએ ભાજપના કુશાસનમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા સમગ્ર દેશમાં કોંગ્રેસને મજબૂત કરવાની હાકલ કરી હતી અને સંગઠન સૃજન અભિયાનનો આરંભ ગુજરાતમાંથી કરવામાં આવ્યો હતો.

આ અભિયાન અન્વયે જામનગર જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન એક્તા સાથે સુદૃઢ બને તે માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી અને તેલંગણાના કોંગ્રેસના ધારાસભ્ય ડો. સંપતકુમાર દ્વારા જિલ્લામાં બેઠકો યોજવામાં આવી રહી છે. ૭૭-જામનગર વિધાનસભા વિસ્તારના કાર્યકરો, આગેવાનો,  હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. હવે કાલાવડ, ધ્રોળ, જામજોધુરમાં બેઠકો યોજાશે.

જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ડો. સંપત કુમારે જણાવ્યું હતું કે દેશમાં ભાજપના કુશાસનમાં લોકશાહી અને સંવિધાનને બચાવવા કોંગ્રેસને મજબૂત થવું ખૂબ જ જરૂરી છે. કોંગ્રેસ દ્વારા નાનામાં નાન કાર્યકરથી લઈ આગેવાનો, હોદ્દેદારોને રૂબરૂ મળી દરેકના સૂચનો, વાંધા, રજૂઆતો સાંભળવામાં આવશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં મતભેદો દૂર કરી એક્તા સાથે પક્ષના હોદ્દેદારોની વરણી કરવાનો નવો જ અભિગમ રાખવામાં આવ્યો છે.

આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર, પૂર્વ મંત્રી એમ.કે. બલોચ, પૂર્વ જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, પ્રદેશ મંત્રી અને ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ પ્રમુખ ડેલીગેટ સહારાબેન મકવાણા, જિલ્લા પ્રમુખ મનોજભાઈ કથીરિયા, જિ.પં. સભ્ય જે.પી. મારવિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન કોંગ્રેસના યુવા નેતા ડો. તૌસીફખાન પઠાણે કહ્યું હતું.

આ તકે પહલગામની આતંકી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને કોંગ્રેસ આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh