Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૬ માર્ચ, ગુરૂવાર અને ચૈત્ર સુદ આઠમનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોએ તન-મન-ધનથી, વાહનથી સંભાળવુંં

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સિઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો જણાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ  અનુભવો.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. ધાર્યા પ્રમાણે કામકાજ ન થવાથી  ઉચાટ-ઉદ્વેગ રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ  શકાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૬

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામકાજની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં ઘરાકી  આવી જાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯

 

Leo (સિંહ: મ-ટ)

પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સરળતા જણાય. નોકર-ચાકરવર્ગનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬

 

Libra (તુલા: ર-ત)

સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી  જાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં હરિફવર્ગ, ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના  લીધે નાણાભીડ રહે.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે  મિલન-મુલાકાતથી આનંદ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૨

 

Capricorn (મકર: ખ-જ)

આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. ભાઈ-ભાંડુવર્ગનો  સહકાર મળે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના  કામકાજ થઈ શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh